Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make chocolate peanut butter at-home

માત્ર 10 મિનિટમાં ઘરે તૈયાર કરો ચોકલેટ પીનટ બટર, આ રહી સરળ રેસીપી

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
માત્ર 10 મિનિટમાં ઘરે તૈયાર કરો ચોકલેટ પીનટ બટર, આ રહી સરળ રેસીપી

એપ્રિલ મહિનો શરૂ થયો છે. ઘણી શાળાઓમાં વેકેશન શરૂ થઈ ગયું છે. હવે તમારા બાળકો અભ્યાસમાંથી મુક્ત થતાં જ નવી વાનગીઓ ખાવાની માંગ કરશે. સ્વાભાવિક છે કે બાળકોને રજાઓ હોય છે ત્યારે તેઓ ઘરે રહીને ખૂબ મજા કરે છે અને સ્વાદિષ્ટ ખોરાક ખાવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં, દરરોજ નવી વાનગીની બનાવવી એ સરળ કાર્ય નથી. તેથી અમે તમારા માટે ચોકલેટ પીનટ બટરની રેસીપી લાવ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ પીનટ બટર ચોકલેટ અને મગફળીમાંથી તૈયાર કરવામાં આવે છે, જેને બનાવવામાં તમને વધુ સમય નહીં લાગે.

App Store

સામગ્રી

  • મગફળી – દોઢ કપ
  • ઓલિવ તેલ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ચોકલેટ – અડધો કપ
  • મધ – 2 ચમચી

બનાવવાની રીત

  • ચોકલેટ પીનટ બટર બનાવવા માટે સૌ પ્રથમ, ગેસ પર એક પેન મૂકો અને તેમાં મગફળી શેકી લો.
  • મગફળીને શેકતી વખતે તમારે ઘણું ધ્યાન રાખવું પડે છે. જો તમે આમ ન કરો તો મગફળી કડવી થઈ શકે છે.
  • હવે શેકેલી મગફળીને પ્લેટમાં કાઢી તેની ફોતરા કાઢી લો. ત્યારબાદ મગફળીને ગ્રાઇન્ડરમાં પીસી લો.
  • તેનો પાવડર બનાવ્યા બાદતેમાં મધ અને ઓલિવ ઓઈલ ઉમેરીને ફરીથી પીસી લો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
  • હવે આ પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લો. પછી તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં ચોકલેટ લો.
  • તેને 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકો અને તેને ઓગળવા દો. ચોકલેટ ઓગળી જાય એટલે તેમાં મગફળીની પેસ્ટને સારી રીતે મિક્સ કરી લો.
  • તૈયાર છે તમારું ચોકલેટ પીનટ બટર, તેને કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.