Recipe / આ સરળ રીતે ઘરે જ બનાવો ગાર્લિક બ્રેડ, બાળકોને ખૂબ પસંદ આવશે તેનો સ્વાદ

ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે નાના અને મોટા દરેકને ભાવે છે, જોકે ઘણા લોકોને લાગે છે કે ઘરે ગાર્લિક બ્રેડ બનાવવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ આવું બિલકુલ નથી. આ માટે, આજે અમે તમારા માટે એક સરળ રેસીપી લાવ્યા છીએ. તેની મદદથી, તમે ઘરે ઝડપથી બજાર જેવી ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. જેથી તમારા બાળકને બહારનો ખોરાક ખાવાથી તો બચાવી જ શકાશે, સાથે જ તમને ભોજનમાં વેરાયટી મળશે.
સામગ્રી
- 4-5 બ્રેડ સ્લાઈસ
- 1/2 કપ માખણ, ઓગાળેલું
- 2-3 લસણની કળી, બારીક સમારેલી
- 1/4 કપ છીણેલું ચીઝ
- 1/4 ચમચી મીઠું
- 1/4 ચમચી કાળા મરી
- 1/4 ચમચી અજમો (વૈકલ્પિક)
બનાવવાની રીત
- સૌથી પહેલા ઓવનને 200 °C (400 °F) પર પ્રીહિટ કરો.
- હવે એક બાઉલમાં, ઓગાળેલું માખણ, લસણ, મીઠું, મરી અને અજમો મિક્સ કરો.
- હવે બ્રેડ સ્લાઈસ લો અને તેના પર માખણનું મિશ્રણ લગાવો.
- હવે બ્રેડ પર છીણેલું ચીઝ ઉમેરો.
- બ્રેડને બેકિંગ શીટ પર મૂકો અને 10-12 મિનિટ માટે અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી લો.
- તમારી ગાર્લિક બ્રેડ તૈયાર છે. તેણે ગરમા-ગરમ સર્વ કરો.

