Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Wrong consumption of superfoods can be harmful

Health Tips / શું તમે પણ ખોટી રીતે ખાઈ રહ્યા છો આ 5 સુપરફૂડ્સ? ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips / શું તમે પણ ખોટી રીતે ખાઈ રહ્યા છો આ 5 સુપરફૂડ્સ? ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
સોર્સ : GSTV

આપણે જે વસ્તુ ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ પોતાના ડાયટમાં સ્વસ્થ ખોરાકનો સમાવેશ કરે છે. ઘણા એવા સુપરફૂડ્સ છે જે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો આપે છે, પરંતુ એ પણ સાચું છે કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ખરાબ છે અને આ જ વાત સુપરફૂડ્સ પર પણ લાગુ પડે છે.

App Store

સુપરફૂડ્સ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જોકે, તેમને વધુ પડતું ખાવાથી ખતરનાક પરિણામો આવી શકે છે. બીટ અને આમળાથી લઈને ચિયા અને હળદર સુધી બધા પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે જે વધુ પડતા અથવા ખોટી રીતે ખાવામાં આવે તો નુકસાનકારક બની શકે છે. આ લેખમાં અમે તમને આ સુપરફૂડ્સના કેટલાક ગેરફાયદા વિશે જણાવીશું.

બીટ

બીટ તેના ફાયદાકારક ગુણધર્મોને કારણે ઘણા લોકોના ડાયટનો એક ભાગ છે. જોકે, ઘણા કિસ્સાઓમાં તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એક અભ્યાસ મુજબ દરરોજ બીટનો રસ પીવાથી નાઈટ્રેટનું ઇનટેક વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવું પણ માનવામાં આવે છે કે બીટમાં ઓક્સાલેટની માત્રા વધુ હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે.

બીટ ખાવાની યોગ્ય રીત: દરરોજ અડધો કપ રાંધેલા બીટ ખાઓ અથવા તેને ઉકાળ્યા પછી સલાડમાં થોડી માત્રામાં ઉમેરો. જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય, તો દરરોજ કાચા બીટનો રસ પીવાનું ટાળો.

આમળા

આમળાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે. જોકે, તેનું વધુ પડતું સેવન હાનિકારક હોઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેનું વધુ પડતું સેવન કરવાથી સાંધામાં બળતરા, દાંતની સંવેદનશીલતા, સ્ટેમેટાઇટિસ, મોંમાંથી દુર્ગંધ આવવી અને હાર્ટબર્નનું જેવી સમસ્યા થઈ શકે છે. વધુમાં આમળાનું વધુ પડતું સેવન એસિડિટી અથવા ગળામાં બળતરાનું કારણ બની શકે છે, કારણ કે તેમાં વિટામિન C અને એસ્કોર્બિક એસિડ હોય છે, જે હાઇપરએસિડિટીથી પીડિત લોકોમાં એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા ઉભી કરે છે.

ખાવાની યોગ્ય રીત: દિવસમાં એક તાજો આમળા અથવા 1-2 ચમચી આમળા પાવડર પૂરતો છે. વધુમાં એસિડિટી ઘટાડવા માટે ભોજન પછી ખાવાની સલાહ આપવામાં આવે છે અથવા સારા પાચન માટે મધ અથવા ગરમ પાણી સાથે તેનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. તેનો જામ પણ બનાવી શકાય છે.

હળદર

ઔષધીય ગુણધર્મોથી ભરપૂર, હળદર સદીઓથી સ્વાસ્થ્ય વધારનાર રહી છે. તેનો ઉપયોગ તેની વિશિષ્ટ સુગંધ અને રંગને કારણે રસોઈમાં પણ થાય છે. જોકે, વધુ પડતું સેવન પેટમાં દુખાવો, ઉબકા અને કબજિયાતનું કારણ બની શકે છે. ઉપરાંત, પિત્તાશયમાં પથરી અથવા પિત્ત નળીમાં અવરોધ ધરાવતા લોકોએ વધુ માત્રા લેવાનું ટાળવું જોઈએ, કારણ કે હળદર બાઈલ પ્રોડક્શનમાં વિક્ષેપ પાડી શકે છે.

ખાવાની યોગ્ય રીત: રોજિંદા ભોજનમાં અડધી ચમચી હળદર પૂરતી છે અને કર્ક્યુમિનના વધુ સારા શોષણ માટે તેને હંમેશા કાળા મરી સાથે લેવી જોઈએ. વધુમાં સાંધા અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા માટે ગરમ દૂધ અથવા ઘી સાથે બનેલી વાનગીઓમાં તેનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે.

ચિયા સીડ્સ

સૂકા ચિયા સીડ્સ ખાવાથી પેટ ફૂલી શકે છે અને પલાળ્યા વિના ગળી જાવાથી ગૂંગળામણ થઈ શકે છે. તેમાં રહેલું હાઈ ફાઈબર કેટલાક લોકોમાં પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

ખાવાની યોગ્ય રીત: ચિયા સીડ્સ ખાતા પહેલા તેને ઓછામાં ઓછા 30 મિનિટ માટે પલાળી રાખવાની ભલામણ કરવામાં આવે છે અને દિવસમાં 1-2 ચમચીથી વધુ ન ખાવા જોઈએ. મહત્તમ લાભ મેળવવા માટે તેને દહીં, સ્મૂધી અથવા ઓટ્સમાં ઉમેરી શકાય છે.

લસણ

ભારતીય રસોડામાં લસણનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત તે સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લસણનું વધુ પડતું સેવન કરવાથી મોં અને શરીરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે. તેને ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સમસ્યાઓ અને બ્લોટિંગ પણ થઈ શકે છે.

ખાવાની યોગ્ય રીત: દરરોજ 1-2 લસણની કળી ખાવાનું સલામત માનવામાં આવે છે. થોડું શેકેલું અથવા વાટેલું લસણ પણ ફાયદાકારક હોઈ શકે છે. સવારે સૌથી પહેલા કાચા લસણનો ઉપયોગ ટાળવો જોઈએ. તેના બદલે, તમે તેને મધમાં પલાળીને ખાઈ શકો છો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.