Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Want to get rid of uric acid?

યુરિક એસિડથી છુટકારો મેળવવા માંગો છો? તો દરરોજ કરો આ કામ 

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2025
લાઇવ ટીવીGoogle News
યુરિક એસિડથી છુટકારો મેળવવા માંગો છો? તો દરરોજ કરો આ કામ 

યુરિક એસિડ એક એવી સમસ્યા છે, જેના વિશે લોકો સામાન્ય રીતે વિચારતા નથી. પરંતુ જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે અને સંતુલન ગુમાવી દે છે, જેના કારણે સંધિવા, સાંધાનો દુખાવો અને જડતા અને કિડનીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. સવારની કેટલીક નાની આદતો અપનાવીને કુદરતી રીતે યુરિક એસિડનું લેવલ ઘટાડી શકાય છે.

App Store

જાગીને તરત પાણી પીવો

શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવા માટે પાણી પીવું ખૂબ જ જરુરી છે. જો તમે સવારે ઉઠ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીઓ છો, તો શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવાનું સરળ બને છે. ગરમ પાણીમાં એક ચપટી હળદર અથવા મેથીના દાણા નાખીને પીવાથી યુરિક એસિડ બનતું અટકાવી શકાય છે.

ખાલી પેટ લીંબુ પીવું

લીંબુ યુરિક એસિડનું લેવલ બરાબર કરવા માટે મહત્ત્વનું છે. તે માત્ર પાચનમાં સુધારો કરતું નથી, પણ સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલને બનાવતા પણ અટકાવે છે.

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું

સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી યુરિક એસિડના લેવલમાં મોટો ફેરફાર થઈ શકે છે. પગના તળિયા પર થતી કુદરતી એક્યુપ્રેશરની અસરો કિડનીના કાર્યને ઉત્તેજિત કરે છે, જેનાથી શરીરમાંથી યુરિક એસિડ સરળતાથી બહાર કાઢે છે. 

હર્બલ ટી

કેટલાક લોકો દિવસની શરુઆત ચા કે કોફીથી કરે છે, પરંતુ કેફીન ક્યારેક શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે, જેના કારણે યુરિક એસિડનું ઉત્સર્જન મુશ્કેલ બનાવે છે. તેના બદલે, તુલસી, ગિલોય વગેરેના પાંદડામાંથી બનાવેલી ચા પીવાથી શરીર કુદરતી રીતે ડિટોક્સિફાય થાય છે. આ ઔષધિઓમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો છે, જે યુરિક એસિડના વધારાને અટકાવી શકે છે.

સ્વસ્થ નાસ્તો

આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે, કે ફાઇબર ખૂબ જ જરુરી છે. પરંતુ જ્યારે યુરિક એસિડને નિયંત્રિત કરવાની વાત આવે છે, ત્યારે લીલા શાકભાજી સૌથી મહત્ત્વપૂર્ણ છે. પાલક, કાકડી અને ચિયાના બીજથી બનેલી સ્મૂધી હાઇડ્રેશન, ફાઇબર અને ઓમેગા-3 નું ઉત્તમ મિશ્રણ છે. આ બધા શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવામાં મદદ કરે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.