VIDEO: આ વર્ષે ગરમી તોડશે તમામ રેકોર્ડ: હીટવેવથી બચવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ
આ વર્ષે ભારતમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જારી કરી છે કે દેશના ઘણા ભાગોમાં તાપમાન માર્ચ અને મે વચ્ચે સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે. આ પહેલા ફેબ્રુઆરી 2026ને પણ 1901 પછી ઘણા પ્રદેશોમાં સૌથી ગરમ મહિનામાંથી એક તરીકે પણ નોંધવામાં આવ્યો હતો. નિષ્ણાતો સૂચવે છે કે જો વર્ષના મધ્યમાં લા નીનાથી અલ નીનો સ્થિતિમાં બને છે, તો તાપમાન સાથે સાથે હીટવેવ વધું તીવ્ર બની શકે છે.
હીટવેવ શું છે?
હીટવેવ ત્યારે થાય છે જ્યારે કોઈ ચોક્કસ પ્રદેશમાં તાપમાન સતત ઘણા દિવસો સુધી સામાન્ય સ્તરથી નોંધપાત્ર રીતે ઉપર રહે છે. જો ઉચ્ચ ભેજ સાથે હોય તો ગરમીની અસર વધુ ખતરનાક બની શકે છે. વૈજ્ઞાનિકોના મતે, આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં હીટવેવ લાંબા સમય સુધી અને વધુ જોખમી બની રહ્યું છે.
કોણ વધુ જોખમમાં છે?
હીચવેવની અસર તમામ લોકો પર ઉપર પડે છે પરંતુ કેટલાક લોકો આનાથી વધુ પ્રભાવિત થાય છે. આમાં નવજાત શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને ક્રોનિક બીમારીઓથી પીડિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બાળકોનું શરીર ગરમીનું નિયમન કરવામાં પુખ્ત વયના લોકો જેટલું કાર્યક્ષમ નથી, પરિણામે તે ડિહાઇડ્રેશન માટે વધુ શિકાર થઈ શકે છે. દરમિયાન સગર્ભા સ્ત્રીઓ માટે તીવ્ર ગરમી ડિહાઇડ્રેશન, અકાળે ડિલિવરી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
હીટવેવ સામે રક્ષણ માટે જરૂરી પગલાં
પૂરતું પાણી પીવો: ઉનાળાના મહિનાઓ દરમિયાન, જો તમને તરસ ન લાગે તો પણ દિવસભર નિયમિતપણે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોને પણ વારંવાર પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો.
આ વર્ષે ગરમીની તીવ્રતા વધવાની છે, હીટવેવથી સુરક્ષિત રહેવા માટે તમે અપનાવી શકો તેવી ટિપ્સ અહીં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જારી કરી છે કે માર્ચ અને મે દરમિયાન દેશના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. નિષ્ણાતો સૂચવે છે કે આ વર્ષે, વધતા તાપમાનની સાથે હીટવેવની તીવ્રતા વધુ તીવ્ર બની શકે છે.
હીટવેવસામે રક્ષણ માટે જરૂરી પગલાં
પૂરતું પાણી પીવો: ઉનાળાના મહિનાઓ દરમિયાન, જો તમને તરસ ન લાગે તો પણ દિવસભર નિયમિતપણે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોને પણ વારંવાર પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો.
બપોરના સમયે તીવ્ર તડકાથી બચો: બપોરે બહાર જવાનું ટાળો, ખાસ કરીને સવારે 11:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી. જો બહાર નીકળવું અનિવાર્ય હોય, તો છાંયડાવાળા વિસ્તારોમાં ચાલો અને વારંવાર વિરામ લો.
તમારા ઘરને ઠંડુ રાખો: ઉનાળા દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ પ્રવેશતો અટકાવવા માટે બારીઓ પર પડદા બંધ રાખો. રાત્રે,ઠંડી હવા ફરતી રહે તે માટે બારીઓ ખોલો. પંખા અથવા એર કૂલર પણ ઘરની અંદરનું તાપમાન ઘટાડવામાં મદદ કરી શકે છે.
હળવા, ઢીલા ફિટિંગ કપડાં પહેરો: ઉનાળાના મહિનાઓ દરમિયાન કપાસ જેવા હળવા કાપડ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે અને ગરમીના ફોલ્લીઓનું જોખમ ઘટાડે છે.
વધુમાં બહાર જતી વખતે સાવધાની રાખો, જો બહાર જવું જરૂરી હોય તો:
- સનસ્ક્રીન લગાવો.
- ટોપી પહેરો અથવા છત્રીનો ઉપયોગ કરો.
- છાંયડામાં વારંવાર વિરામ લો.
હીટ સ્ટ્રેસના લક્ષણો ઓળખો
હીટ સ્ટ્રેસ વિવિધ શારીરિક લક્ષણો દ્વારા પ્રગટ થઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- વધુ પડતો પરસેવો
- ચક્કર અથવા નબળાઈ
- માથાનો દુખાવો
- ઉબકા અથવા ઉલટી
- સ્નાયુઓમાં ખેંચાણ
જો કોઈ વ્યક્તિ ગંભીર લક્ષણો દર્શાવે છે - જેમ કે બેભાન, મૂંઝવણ, શરીરનું ખૂબ ઊંચું તાપમાન રહે તો તાત્કાલિક તબીબી સહાય લેવી હિતાવહ છે.
- જો કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રેસથી પીડાય તો શું કરવું?
- આવી સ્થિતિમાં, નીચેના તાત્કાલિક પગલાં લો:
- વ્યક્તિને ઠંડા, છાંયડાવાળા વિસ્તારમાં ખસેડો.
- તેના શરીર પર ઠંડુ પાણી અથવા ભીનું કપડું લગાવો.
- પાણી અથવા ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ORS) આપો.
- જો ગંભીર લક્ષણો ચાલુ રહે, તો વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ.

