Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Not only sugar, this thing will also increase sugar levels

Health Tips : માત્ર ખાંડ નહીં આ વસ્તુ પણ વધારશે શુગર લેવલ, ડાયાબિટીસ દર્દી જરૂર વાંચે આ માહિતી

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips : માત્ર ખાંડ નહીં આ વસ્તુ પણ વધારશે શુગર લેવલ, ડાયાબિટીસ દર્દી જરૂર વાંચે આ માહિતી
સોર્સ : GSTV

ડાયાબિટીસ એક ખૂબ જ ગંભીર બીમારી છે. જેનાથી આપણાં દેશના 10 કરોડથી વધુ લોકો પીડિત છે. ઘણાં લોકોને લાગતું હોય છે કે, બ્લડ શુગર લેવલ માત્ર ખાંડ ખાવાથી જ વધે છે. પરંતુ આ ધારણા ખોટી છે, આ સિવાય આપણ આહારમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેનાથી શુગર લેવલ વધી શકે છે.

App Store

ડાયાબિટીસમાં કાર્બોહાઇડ્રેટ્સનું મહત્ત્વ : આપણાં દેશની મોટી જનસંખ્યા ડાયાબિટીસથી પીડિત છે. આ બીમારી શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. બ્રિટિશ મેડિકલ જર્નલ લેન્સેટના 2023ના સંશોધન મુજબ, 10 કરોડથી વધારે (101 મિલયન) લોકોને ડાયાબિટીસ છે અને લગભગ 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસથી પીડિત છે, જેને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનો વધું ખતરો છે. 

આ બીમારીને લઈને સામાન્ય રીતે લોકોની એવી માન્યતા હોય છે કે બ્લડ શુગરનું સ્તર માત્ર મીઠી વસ્તુઓ ખાવાથી જ વધે છે, પરંતુ આ એક ખોટી ધારણા છે. વિશેષજ્ઞોના મત અનુસાર આપણાં ખોરાકમાં રહેલી અન્ય બીજી વસ્તુઓ અને આપણી જીવન શૈલી સાથે સંકળાયેલી આદતોથી પણ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે આ બાબતોને જાણવી અને સમજાવી ખુબજ જરૂરી છે. અહીં જાણો આ વિશે વિગતવાર... 

કાર્બોહાઇડ્રેટ્સ છે બ્લડ શુગર લેવલનો  મુખ્ય સ્ત્રોત

વિશેષજ્ઞોના મત અનુસારે આપણાં શરીરમાં બ્લડ શુગરનો એક મોટો સ્ત્રોત કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ઘઉં, ચોખા, બટેકા, બ્રેડ અને પાસ્તા જેવી વસ્તુઓમાં ભારે માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ જોવા મળે છે. જ્યારે આપણે આ વસ્તુઓનું સેવન કરીએ છીએ. ત્યારે આપણે આ વસ્તુઓને આહારમાં લઈએ તો શરીર તેને તોડીને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે. 

આ ગ્લુકોઝ સીધું રક્ત પ્રવાહમાં ભળીને બ્લડ શુગર લેવલને વધારે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

તણાવ અને બ્લડ શુગર વચ્ચે સીધો સંબંધ

ઘણીવાર આપણે તણાવને હળવાશ લઈએ છીએ. પરંતુ ડાયાબિટીસના લોકો માટે આ મોટો ખતરો છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ મુક્ત થાય છે, જે ઇન્સ્યુલિનની અસરક ઘટાડે છે. આનાંથી બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધી શકે છે. 

એટલા માટે માત્ર ખાવાં-પીવાની બાબતોમાં ધ્યાન રાખવું પૂરતું નથી, પરંતુ શુગરને નિયંત્રિત કરવા માટે માનસિક શાંતિ બનાવી રાખવી પણ ખૂબ જ જરૂરી છે.

ઓછી ઊંઘ અને બેઠાડુ જીવન

આજકાલ ભાગ-દોડ ભરેલા જીવનમાં ઓછી ઊંઘ એક આમ સમસ્યા બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ઓછી ઊંઘ તમારા બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે? રાત્રે ઓછી ઊંઘ લેવાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સેટિવિટી ઘટાડે છે, જેના કારણે કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા પ્રતિભાવશીલ બને છે, જેના કારણે બ્લડ શુગરનું સ્તર વધી શકે છે. 

આમ બેઠાડું જીવન પણ એક મોટું કારણ છે. શારીરિક પ્રવૃત્તિના અભાવથી શરીરમાં કોશિકાઓ ઉર્જા અને ગ્લુકોઝનો સારી રીતે ઉપયોગ કરી શકતી નથી , જેના કારણે બ્લડમાં શુગર વધી જાય છે. જેથી નિયમિત વ્યાયામ અને ચાલવું એ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળે છે.

અન્ય કારણો અને જરૂરી સાવધાનીઓ

આ સિવાય થોડા અન્ય કારણો પણ છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારી શકે છે. જેમ કે - ડિહાઇડ્રેશન થવાથી બ્લડ શુગર વધી શકે છે, કારણ કે લોહીમાં ગ્લુકોઝનો ભેજ વધી જાય છે. થોડી બીમારીઓ જેમ કે, શરદી કે ફ્લૂ હોવાથી પણ શુગર લેવલ વધી શકે છે. થોડી દવાઓ-ઉદાહરણ તરીકે, સ્ટેરોઇડ્સ બ્લડ શુગરના સ્તરને પણ અસર કરી શકે છે.

આ બધા જોખમોને ઘટાડવા માટે નિયમિત રૂપે ડોકટરની સલાહ લેવી જોઈએ, આહાર લેવામાં ધ્યાન રાખવું જોઈએ, પૂરી ઊંઘ લેવી જોઈએ, તણાવથી બચવું જોઈએ, જીવન શૈલીમાં શારીરિક શ્રમ (પ્રવૃતિ)નો સમાવેશ કરવો જોઈએ. સંપૂર્ણ જીવન શૈલીમાં બદલાવ એ જ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની ચાવી છે. 

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.