Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : If you see these symptoms in your body, get checked out immediately.

Health Tips : જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત ચેતી જજો, હોઇ શકે છે વિટામિન ડીની ઉણપ

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત ચેતી જજો, હોઇ શકે છે વિટામિન ડીની ઉણપ
સોર્સ : gstv

શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ઘણી વખત આપણે આ લક્ષણોને અવગણીએ છીએ પરંતુ વિટામિન ડીની ઉણપના આ લક્ષણો તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે.

App Store

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ, મિનરલ, ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ્સ અને અનેક પ્રકારના સૂક્ષ્મ પોષકતત્વોની જરૂર પડે છે. જો શરીરમાં એક પણ પોષક તત્વોની ઉણપ હોય તો તેની અસર આખા શરીર પર પડે છે. આવા જ એક આવશ્યક પોષક તત્વ વિટામિન ડી છે, જેની ઉણપ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને ઘણા લક્ષણો દ્વારા ઓળખી શકાય છે, પરંતુ જો રાત્રે સૂતી વખતે પગમાં તીવ્ર દુખાવો અથવા હાડકામાં દુખાવો થાય છે, તો સમજી લો કે શરીરમાં વિટામિન ડીની ઉણપનો સંકેત છે. આવી સ્થિતિમાં આખી રાત શાંતિપૂર્ણ ઊંઘ નથી આવતી અને દિવસભર આળસ રહે છે. જાણો શરીરમાં વિટામીન ડીની ઉણપને કારણે કઈ સમસ્યાઓ થાય છે?

વિટામિન ડીની ઉણપના લક્ષણો

માંસપેશીઓ - શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે માંસપેશીઓમાં ખેંચાણની સમસ્યા શરૂ થાય છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે જ્યારે તમારું શરીર રિલેક્સ મોડમાં આવે છે, ત્યારે શરીરમાં દુખાવો શરૂ થાય છે. પગમાં કંપન આવે છે જેના કારણે લાંબા સમય પછી ઊંઘ આવે છે.

હાડકામાં દુખાવોઃ હાડકામાં દુખાવાની સમસ્યા પણ રાત્રે શરૂ થાય છે. આ વિટામિન ડીની ઉણપના લક્ષણો છે. જ્યારે શરીરમાં વિટામિન ડી ઓછું હોય છે, ત્યારે હાડકાં કેલ્શિયમને શોષી શકતા નથી. જેના કારણે હાડકા નબળા પડી જાય છે અને દુખાવો થવા લાગે છે.

ડિપ્રેશનમાં વધારો- વિટામિન ડીની ઉણપને કારણે શરીરમાં ડિપ્રેશન જેવા લક્ષણો પણ જોવા મળે છે. વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. દિવસભર થાક અને નબળાઈ અનુભવ થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું આવે છે, જે લાંબા ગાળે ડિપ્રેશનનું કારણ બની શકે છે.

ઝડપથી બીમાર પડવું- શરીરમાં વિટામિન ડીની ઉણપ રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આવા લોકો શરદી, ફ્લૂ અને તાવ જેવા ચેપથી ઝડપથી પ્રભાવિત થાય છે. વિટામિન ડીની ઉણપને કારણે લોકો ઝડપથી બીમાર થવા લાગે છે.

હાડકા તૂટવાનું જોખમ - જ્યારે વિટામિન ડી ઘટે છે, ત્યારે હાડકાં નબળા પડી જાય છે. વિટામીન ડીની ઉણપ વય સાથે જલ્દી ફેક્ચરનું જોખમ વધારે છે. હાડકાં અંદરથી પોલા થવા લાગે છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં