VIDEO: ચોમાસામાં તમારું બાળક વારંવાર બીમાર પડે છે? આજે જ આ 7 વાતોનું રાખો ખાસ ધ્યાન
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ બાળકોને વારંવાર શરદી-ઉધરસની સમસ્યા હેરાન કરવા લાગે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) નબળી હોય છે, જેના કારણે તે વરસાદ અને તડકા જેવા પળવારમાં બદલાતા હવામાનને સહન કરી શકતા નથી. વર્ષ 2022ના 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ' (ICMR)ના અહેવાલ મુજબ, ચોમાસાની શરૂઆત સાથે જ 10 વર્ષથી નાની વયના બાળકોમાં સીઝનલ ઇન્ફેક્શન થવાનો દર 20 થી 30 ટકા વધી જાય છે. જેના કારણે શરદી-ઉધરસ, ટાઇફોઇડ, ડાયરિયા, ડેન્ગ્યુ, મલેરિયા અને કેટલીકવાર બાળકોને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ જાય છે. જો તમારા બાળકને આવી સીઝનલ બીમારીઓથી બચાવવું હોય તો આ 6 બાબતોનું ખાસ ધ્યાન રાખો:
1. પાણી સારી રીતે ફિલ્ટર થયેલું હોવું જોઈએ
બાળકોને પાણી પીવડાવવું હોય તો હંમેશા ઉકાળીને અને ફિલ્ટર કરીને જ પાછું આપો. બાળકના સ્કૂલ માટે સાફ બોટલમાં પાણી ભરીને આપો અને તેને નળનું પાણી પીવાની મનાઈ કરો. નળનું પાણી બાળકને સંક્રમિત કરી શકે છે. ભલે પાણી સાફ દેખાતું હોય, પણ તેમાં જંતુઓ (જર્મ્સ) હોઈ શકે છે. RO ફિલ્ટર વોટર અથવા ઉકાળેલું પાણી જ બાળકને પાઓ.
2. ચોમાસામાં કપડાં કેવા હોવા જોઈએ?
વરસાદના દિવસોમાં બાળકોને ઘરમાં અને બહાર જતી વખતે આખી બાંયના અને પગ ઢંકાય તેવા કપડાં પહેરાવો. સાફ-સુથરા કોટન કે લીનન જેવા હલકા કપડાં પહેરાવો જે પરસેવો સોષી લે. ચોમાસામાં મચ્છરો વધી જાય છે, જે બાળકને કરડીને તેને ડેન્ગ્યુ કે મલેરિયાનો ભોગ બનાવી શકે છે.
3. મચ્છરો પર કંટ્રોલ જરૂરી છે
બાળકોને ચોમાસામાં બીમાર પડતાં બચાવવા હોય તો ઘરની આસપાસ સાફ રાખો, જેથી મચ્છર ન પેદા થાય. ઘરમાં કુલર કે કુંડામાં જૂનું પાણી જમા ન થવા દો. સાથે જ રાત્રે બાળકોને મચ્છરદાનીમાં જ સુવડાવો.
4. બાળકોનું રસીકરણ (Vaccination) પૂરું કરાવો
નાના બાળકોને જે રસી આપવાની બાકી હોય તેને ચોક્કસપણે પૂરી કરાવો, જેથી બાળક હેપેટાઇટિસ-A, ફ્લૂ અને ટાઇફોઇડ જેવી બીમારીઓથી બચી શકે.
5. સફાઈ છે ખૂબ જ જરૂરી
બાળકો જ્યારે રમીને ઘરે પાછા આવે ત્યારે તેના હાથ-પગની સફાઈ પર ખાસ ધ્યાન આપો. સ્કૂલેથી આવ્યા પછી પણ હાથ જરૂર ધોવડાવો. બાળકોની પાણીની બોટલ વગેરેને સારી રીતે સાફ રાખો. નાના બાળકોની દૂધ/પાણીની બોટલને જંતુમુક્ત કરો. રમકડાં પણ હંમેશાં સાફ રાખો.
બાળકોની પાણીની બોટલ ઇન્ફેક્શન ફેલાવવાનું મોટું કારણ બને છે, કારણ કે તેમાં ખાસ પ્રકારના ઘુમાવદાર ઢાંકણ હોય છે. જેમાં ઘણીવાર ફંગસ જામી જાય છે જે નજરે પડતી નથી. તેથી સાદા અને પ્લેન ડિઝાઇનવાળા ઢાંકણવાળી બોટલ વાપરવા આપો અને ફેન્સી બોટલોથી દૂર રાખો. જે વસ્તુઓની સફાઈ સરળતાથી થઈ શકે તેવી વસ્તુઓનો વધુ ઉપયોગ કરો.
6. પૂરતી ઊંઘ અને હેલ્ધી ખોરાક
બાળકો જે ઘરની બહાર શાળાએ જાય છે અને રમે છે, તેમની ઊંઘ પૂરી થવી જરૂરી છે. તેમને ઓછામાં ઓછી 9 થી 12 કલાકની ઊંઘ મળવી જોઈએ.
તેમજ બાળકોના ખોરાકમાં વિટામિન-C થી ભરપૂર ખોરાક સામેલ કરો, જેથી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ (શ્વેતકણો) વધે અને ઈમ્યુનિટી મજબૂત થાય. હળદર, આદુ અને મધ બાળકોના રોજના ખોરાકમાં ચોક્કસ સામેલ કરો.

