Health Tips : ગરમીમાં એસી આપે છે રાહત, પણ સ્વાસ્થ્ય માટે છે ખતરો: જાણો એસી વાપરવાના નુકસાન અને સાચી રીત

ભારતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે અને હીટવેવથી બચવા માટે લોકો એસી (Air Conditioner) નો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. એસી તમને ગરમીથી રાહત તો આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. લોકો ઘરને જલ્દી ઠંડુ કરવા માટે તાપમાન 18 થી 20 ડિગ્રી સુધી ઘટાડી દે છે, જે ખતરનાક બની શકે છે.
લાંબા સમય સુધી એસીમાં રહેવાથી શ્વાસની તકલીફ, હૃદયની સમસ્યા અને ત્વચાને લગતી બીમારીઓ થઈ શકે છે. એસીને કારણે લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળવા લાગ્યા છે. આજે આપણે જાણીશું કે એસી સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તેણે આપણને કેવી રીતે 'ઇન્ડોર જનરેશન' બનાવી દીધા છે.
'ઇન્ડોર જનરેશન' બનાવવામાં એસીનો ફાળો
19મી સદીમાં જ્યારે ટીબી (Tuberculosis) નો પ્રકોપ હતો, ત્યારે ડોક્ટરો દર્દીઓને તાજી અને ખુલ્લી હવામાં ફરવાની સલાહ આપતા હતા. પરંતુ 1960ના દાયકાથી જ્યારે ઘરોમાં એસીનો વપરાશ વધ્યો, ત્યારે લોકોએ બહાર જવાનું ઓછું કરી દીધું અને ઘરમાં જ કેદ થઈ ગયા. ગરમીમાં બહાર નીકળવાની હિંમત જ કોઈ કરતું નથી, જેના કારણે આજની પેઢી 'ઇન્ડોર જનરેશન' બની ગઈ છે.
એસી સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
- હીટવેવથી બચવા માટે એસી આરામદાયક લાગે છે, પણ તેનાથી થતા નુકસાન નીચે મુજબ છે:
- ડ્રાય સ્કીન: એસીમાં લાંબો સમય રહેવાથી શરીરની કુદરતી ભેજ ઓછી થઈ જાય છે અને ત્વચા સૂકી પડી જાય છે.
- આંખોની સમસ્યા: એસી આંખોમાં બળતરા કે ખંજવાળ પેદા કરી શકે છે. જો તમને પહેલાથી જ 'ડ્રાય આઈ સિન્ડ્રોમ' હોય, તો એસીમાં રહેવું નુકસાનકારક છે.
- માથાનો દુખાવો: સતત ઠંડી હવામાં રહેવાથી માથાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે.
- શ્વાસ સંબંધી તકલીફ: નાક બંધ થઈ જવું, ગળું સુકાવવું, ઉધરસ કે શરદી જેવી સમસ્યાઓ એસીમાં રહેતા લોકોમાં સામાન્ય છે.
- શરીરમાં અકડામણ: ઠંડી હવાને કારણે માંસપેશીઓમાં જડતા કે અકડામણ આવી શકે છે.
- નબળી રોગપ્રતિકારક શક્તિ: એસીની સતત ઠંડી હવા ઈમ્યુન સિસ્ટમને નબળી પાડી શકે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો
- એસીનું તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે જ રાખો.
- રૂમ જલ્દી ઠંડો કરવા માટે એસી સાથે પંખો પણ ધીમી ગતિએ ચાલુ રાખો.
- ડ્રાયનેસ ટાળવા માટે રૂમમાં હ્યુમિડિફાયર અથવા પાણી ભરેલું વાસણ રાખો.
- રૂમમાં થોડા સમયે તાજી હવા પણ આવવા દો.
- એસીની ફિલ્ટર્સની રેગ્યુલર સર્વિસિંગ કરાવો.

