Health Tips : હાડકાં મજબૂત કરવા ઉપરાંત આ જીવલેણ બીમારી જડમૂળમાંથી દૂર કરશે રાગી! ડાયટમાં જરૂર કરો સામેલ

શિયાળામાં ઘણા લોકો હાડકા સાથે જોડાયેલી પરેશાની- સાંધામાં દુખાવો, સોજા અને જકડનનો સામનો કરે છે. તેવામાં તમારા હાડકાને મજબૂત બનાવવા માટે તમે તમારા ડાયટમાં રાગીને જરૂર સામેલ કરો. રાગીની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં શરીરને ગરમી આપવા માટે ફાયદાકારક છે. તેને પોષક તત્વોનો ભંડાર માનામાં આવે છે. તે કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઇબર અને ઘણા વિટામિન અને ખનીજોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે તેને ફાયદાકારક બનાવે છે. સાથે આ અનાજને એનિમિયાના દર્દી, ડાયાબિટીસના રોગી અને મેદસ્વિતાથી પીડાતા લોકોને પણ ખાવાની સલાહ આપવામાં આવે છે. અહીં જાણો રાગીના ફાયદા..
શિયાળામાં રાગી ખાવાના ફાયદા
હાડકાને મજબૂત બનાવેઃ સાંધાના દુખાવો અને જકડનથી આરામ મેળવવા માટે તમે આ સિઝનમાં રાગીની રોટલીનું સેવન કરી શકો છો. રાગી સાંધામાં દુખાવામાં રાહત આપે છે. બીજા અનાજની કરતા રાગીમાં કેલ્શિયમ વધુ હોય છે, જેના કારણે તે હાડકાના દુખાવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ડાયાબિટીસ માટે અસરકારક: ડાયાબિટીસ ધરાવતા લોકોએ રાગી રોટલી અથવા ઢોસાનું પણ સેવન કરવું જોઈએ. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને બળતરા ઘટાડે છે. રાગીમાં ફાઇબર અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે કડકડતી ઠંડી દરમિયાન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે અને ખોરાકની તૃષ્ણા ઘટાડે છે.
વજન કંટ્રોલ કરશેઃ જે લોકોનું અનેક પ્રયાસો બાદ વજન ઘટી રહ્યું નથી તેને ડાયટમાં રાગી સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. તેના નિરંતર સેવનથી મોટાપો સરળતાથી ઘટાડી શકાય છે.
ઇમ્યુનિટી વધારેઃ રાગીમાં આયરન, વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડ જેવા જરૂરી પોષક તત્વોની ભરપૂર માત્રા હોવાને કારણે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ તત્વ ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવા, શરીરને ઓક્સીડેટિવ તણાવથી બચાવવા અને રોગપ્રતિકારક કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે: રાગીમાં ડાયેટરી ફાઇબર વધુ હોય છે અને તે રક્તવાહિનીઓને સાફ કરવામાં મદદ કરી શકે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ધમનીઓમાં અવરોધોને રોકવામાં મદદ કરે છે.

