સવારે ખાલી પેટે ખજૂર ખાવાના અદ્ભુત ફાયદા; શરીરને મળશે એનર્જી અને દૂર થશે અનેક સમસ્યાઓ

ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. પોષક તત્ત્વોથી ભરપૂર ખજૂર માત્ર આપણા શરીરને ઊર્જા જ નથી આપતી, પરંતુ ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ છે. જાણીતા હેલ્થ એક્સપર્ટ અને યુટ્યુબર ડૉ. સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર, ખજૂર એક એવો સુપરફૂડ છે જે પોષક તત્ત્વોનો પાવરહાઉસ છે. જો તેને ખાવાની સાચી રીત અપનાવવામાં આવે, તો તે શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. ડૉ. ઝૈદીએ જણાવ્યું છે કે દરરોજ સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.
ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત
ખજૂરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી કુદરતી શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે, જે થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બને છે.
પાચનતંત્ર માટે ફાયદાકારક
ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે, જે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે.
હાડકાંની મજબૂતી માટે
તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા મિનરલ્સ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને ઑસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે.
લોહીની ઉણપ દૂર કરે
ખજૂર આયર્નનો સારો સ્ત્રોત છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર થાય છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
ખજૂર પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં અને હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
મગજ માટે ગુણકારી
તે મગજની શક્તિ અને યાદશક્તિ વધારવાની સાથે ડિમેન્શિયાના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
વજન વધારવામાં મદદરૂપ
જે લોકો દૂબળા-પાતળા છે અને સ્વસ્થ રીતે પોતાનું વજન વધારવા માંગે છે, તેમના માટે ખજૂરનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે તેનું સેવન કરવાથી ઝડપથી વજન વધે છે.
ત્વચા અને વાળ માટે
વિટામિન સી અને ડીથી ભરપૂર હોવાને કારણે ખજૂર ત્વચાની લવચીકતા (સ્થિતિસ્થાપકતા) જાળવી રાખે છે, કરચલીઓ અટકાવે છે અને વાળને અંદરથી પોષણ પૂરું પાડે છે.

