Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Winter special salwar suit to wear to the office

Winter Fashion / શિયાળામાં ઓફિસમાં પહેરવા માટે બેસ્ટ છે આ સલવાર સૂટ, તમારા વોર્ડરોબમાં કરો સામેલ

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Winter Fashion / શિયાળામાં ઓફિસમાં પહેરવા માટે બેસ્ટ છે આ સલવાર સૂટ, તમારા વોર્ડરોબમાં કરો સામેલ
સોર્સ : GSTV

નવેમ્બરની શરૂઆત સાથે જ ઠંડી પડવા લાગે છે. આવી સ્થિતિમાં હવે વોર્ડરોબને અપડેટ કરવાનો સમય પણ આવી ગયો છે. વૂલન ફેબ્રિક કલેક્શન હવે બજારોમાં ઉપલબ્ધ છે. આ ઋતુમાં ઠંડીથી બચવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નહીં તો, આપણે ખૂબ જ ઝડપથી બીમાર પડી જઈએ છીએ. ખાસ કરીને જો તમે ઓફિસ જાવ છો, તો ચિંતાનો વિષય એ છે કે દરરોજ ઓફિસમાં શું પહેરવું? સવારે ઉઠ્યા પછી તમારા આઉટફિટ વિશે ઘણું વિચારવું પડે છે.

App Store

જો તમને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો આ લેખમાં, અમે તમને શિયાળામાં પહેરવા માટે વિવિધ ફેબ્રિકમાંથી બનેલા સલવાર સૂટ વિશે જણાવીશું. તમે તેને પહેરીને તમારા ઓફિસ લુકને ક્લાસી અને સ્ટાઇલિશ બનાવી શકો છો. આ સૂટ પહેર્યા પછી આરામદાયક પણ રહેશે. 

વેલ્વેટ સૂટ

વેલ્વેટ ફેબ્રિક શિયાળા માટે બેસ્ટ છે. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે તમારા વોર્ડરોબમાં વેલ્વેટ સૂટનો સમાવેશ કરવો જોઈએ. વેલવેટ ખૂબ જ નરમ ફેબ્રિક છે, જેનાથી તમે તેમાં હળવાશ અનુભવો છો. વધુમાં, વેલ્વેટ સૂટ પહેર્યા બાદ ખૂબ જ આકર્ષક લુક મળે છે. તમે આ શિયાળાની ઋતુમાં ઓફિસ માટે પેન્ટ અને મેન્ડરિન કોલરવાળા વેલ્વેટ સૂટ ખરીદી શકો છો. તેની સાથે સ્ટડ ઇયરિંગ્સ પહેરો અને તમારા વાળ ખુલ્લા રાખો. વેલ્વેટ સુટ ઘણી ડિઝાઇન અને રંગોમાં આવે છે. આ સૂટમાં કુર્તીના આગળના ભાગમાં સિક્વિન વર્ક પણ મળે છે.

પશ્મિના વૂલન સૂટ

આ પશ્મિના પ્લાઝો સૂટ સેટ પણ શિયાળા દરમિયાન ઓફિસમાં પહેરવા માટે યોગ્ય છે. આ સૂટ પર ફ્લોરલ અને મોર્ગન વર્ક મળે છે, જે તેને વધુ સુંદર બનાવે છે. આ સૂટ બધી ઉંમરની સ્ત્રીઓ પહેરી શકે છે. તમે શિયાળા દરમિયાન ઓફિસમાં આ સૂટ પહેરી શકો છો. વધુમાં, આ સૂટ ક્યારેય ફેશનની બહાર નથી જતા. તેને હાઈ હીલ્સ અને ઇયરિંગ્સ સાથે સ્ટાઇલ કરી શકાય છે.

સેમી-વૂલ ચિકનકારી વર્ક સૂટ

શિયાળાની શરૂઆતમાં હળવી ઠંડી માટે સેમી-વૂલન સૂટ બેસ્ટ હોઈ શકે છે. તે તમને સ્ટાઇલિશ બનાવે છે અને તમને ઠંડી પણ નહીં લાગે. આ પહેરીને ઓફિસ જશો તો બધા તમારા વખાણ કરશે. આ પ્રકારના સૂટમાં આગળના ભાગમાં ચિકનકારી થ્રેડવર્ક મળે છે. કુર્તી અને પેન્ટની બોર્ડર પર મેચિંગ એમ્બ્રોઈડરી પણ છે. આ સૂટ સાથે તમે લોંગ ઓક્સિડાઈઝ્ડ ઇયરિંગ્સ સ્ટાઇલ કરી શકો છો.