Winter Fashion / એન્કલથી લઈને ની-હાઈ સુધી, સ્ટાઇલ અને કમ્ફર્ટમાં પરફેક્ટ મેચ છે આ બૂટ્સ

તમે ઓફિસ જઈ રહ્યા હોવ કે શિયાળામાં કોઈપાર્ટીમાં હાજરી આપી રહ્યા હોવ, સ્ટાઇલિશ બૂટ્સ દરેક પ્રસંગમાંતમારા લુકને વધારી શકે છે. એન્કલ બૂટ્સથી લઈને ની-હાઈ હીલ્સ, લેધર બૂટ્સ, કોમ્બેટ બૂટ્સ સુધીના આ બૂટ્સ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા માટે પહેરવામાં આવે છે. આ દિવસોમાં બજાર લેધર, એન્કલ, હીલ્સ અને વેલ્વેટ બૂટ્સ સહિત વિવિધ વિકલ્પો મળી રહ્યા છે, જે કમ્ફર્ટ અને ફેશનનું પરફેક્ટ મેચ છે. આ બૂટ્સ મજબૂત હોય છે. ચાલો તમને આવા જ કેટલીક બૂટ્સ વિશે જણાવીએ.
ની-હાઈ હીલ્સ
આ બૂટ્સ ઘૂંટણ સુધીના અને હીલવાળા હોય છે. તેની ડિઝાઇન સિમ્પલ હોય છે અને તે બ્લેક અને બ્રાઉન બે રંગોમાં મળે છે. આ બૂટ્સમાં પેન્સિલ અને લાંબી હીલ્સ હોય છે. કેટલાકમાં લેસ હોય છે, જ્યારે કેટલાકમાં ચેઈન ડિઝાઇન હોય છે. તે પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. ઓછી હાઈટ ધરાવતા લોકો આ પહેરી શકે છે. તે કોઈપણ વેસ્ટર્ન આઉટફિટ સાથે આકર્ષક લાગે છે.
લેધર બૂટ્સ
અસલી લેધર અને PU લેધરથી બનેલા બૂટ્સ ખૂબ જ ટકાઉ હોય છે. તે એન્કલથી થોડા ઊંચા હોય છે. તે જીન્સ, સ્કર્ટ અને શોર્ટ્સ સાથે સ્ટાઇલિશ લુક બનાવે છે. આ લેધર ખૂબ ભારે નથી હોતું, તેથી તમે તેને આરામથી પહેરી શકો છો. આ બૂટ્સ ફ્લેટ હીલ્સ સાથે પણ આવે છે.
એન્કલ બૂટ્સ
એન્કલ બૂટ્સ સૌથી લોકપ્રિય બૂટ્સ છે. તે પગની ઘૂંટી સુધી પહોંચે છે. તે જીન્સ, ટ્રાઉઝર, શોર્ટ ડ્રેસ, સ્કર્ટ અને કોટ સાથે પહેરી શકાય છે. તે સિન્થેટિક, લેધર અથવા વેલ્વેટ જેવા મટિરિયલમાં મળે છે. તેની કિંમત 1000 રૂપિયાથી શરૂ થાય છે. તે બેજ અને આર્મી ગ્રીન જેવા ઘણા રંગોમાં મળી જાય છે. તે પહેરવામાં કમ્ફર્ટેબલ હોય છે.
હીલ્ડ બૂટ્સ
હીલ્ડ બૂટ્સ તમને ઊંચા અને પાતળા દેખાડવામાં મદદ કરે છે. તે સ્ટિલેટો, બ્લોક હીલ અથવા વેજ સ્ટાઇલમાં મળે છે. તમે તેને કોઈપણ મોર્ડન આઉટફિટ સાથે પહેરી શકો છો, પછી ભલે તે પાર્ટી માટે હોય કે ઓફિસ માટે. ડેનિમ શોર્ટ્સ, બોહો ડ્રેસ અથવા ફ્લેરેડ જીન્સ સાથે તેને સ્ટાઇલ કરીએને બોલ્ડ લુક બનાવી શકાય છે.
વેલ્વેટ બૂટ્સ
વેલ્વેટબૂટ્સ ખૂબ જ હળવા અને એલિગંટ હોય છે. તે સસ્તા હોય છે. તમે તેને દરરોજ કોઈપણ વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરી શકો છો. તેમાં કોઈ ઝિપ કે લેસ નથી હોતી. કિંમતો 1,000 રૂપિયાથી શરૂ થાય છે.

