Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Want to look the most special at a New Year party? Take inspiration from the looks of these Bollywood actresses

Fashion: ન્યૂ યર પાર્ટીમાં દેખાવું છે સૌથી ખાસ? આ બોલિવૂડ એક્ટ્રેસિસના લુક્સમાંથી લો આઈડિયા

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Fashion: ન્યૂ યર પાર્ટીમાં દેખાવું છે સૌથી ખાસ? આ બોલિવૂડ એક્ટ્રેસિસના લુક્સમાંથી લો આઈડિયા
સોર્સ : GSTV

નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ લગભગ મોટાભાગના લોકોએ કરી લીધી હશે, પરંતુ છોકરીઓના પાર્ટી ડ્રેસ હજુ સુધી નક્કી નહીં થયા હોય. દરેક છોકરી ઈચ્છે છે કે તે પાર્ટીમાં સૌથી અલગ અને સુંદર દેખાય. પરંતુ આ માટે તમારે ટ્રેન્ડી લુક્સ કેરી કરવા પડશે. જો તમે આ વર્ષે પાર્ટીમાં સૌથી સુંદર દેખાવા માંગો છો, તો બોલિવૂડની હસીનાઓ પાસેથી ફેશન ઇન્સ્પિરેશન લેવાનું બિલકુલ ભૂલશો નહીં. તમે એક્ટ્રેસિસના પાર્ટી ડ્રેસ આઈડિયાઝ કોપી કરી શકો છો અથવા અલગ સ્ટાઈલમાં રિક્રિએટ કરી શકો છો. આજકાલ સાટિન, સિક્વિન, શિમર અને ગ્લિટર ફેબ્રિકવાળા ડ્રેસીસ ખૂબ જ ટ્રેન્ડમાં છે, તમે પણ તેવું જ કંઈક સ્ટાઈલ કરીને પાર્ટીની શાન બની શકો છો. 

App Store

મરૂન ગ્લિટર ડ્રેસ

kriti sanon

કૃતિ સેનને ગ્લિટર ફેબ્રિકવાળો મરૂન કલરનો ડ્રેસ સ્ટાઈલ કર્યો છે. ડીપ નેક અને ફૂલ સ્લીવ્સવાળો આ એક મિની 'રેપ શિમર ડ્રેસ' છે. આની સાથે કૃતિએ બ્લેક હીલ્સ પહેરી છે અને સ્મોકી આઈ મેકઅપથી લુકને બેલેન્સ કર્યો છે. ગ્લિટર ડ્રેસ સાથે ન્યૂડ શેડની લિપસ્ટિક પણ ખૂબ જ સરસ લાગી રહી છે.

ફ્રિન્જ ડ્રેસ

samantha

પાર્ટી માટે તમે સામંથાની જેમ ફ્રિન્જ ડ્રેસ પણ પસંદ કરી શકો છો. હોટ પિંક રંગના ફ્રિન્જવાળા મિની ડ્રેસમાં સામંથા અત્યંત સુંદર લાગી રહી છે. ઓપન હેર લુક, હૂપ્સ ઈયરરિંગ્સ અને બોલ્ડ અંદાજ સામંથાની આ ડ્રેસ સ્ટાઈલને પરફેક્ટ બનાવી રહ્યા છે. આની સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો છે.

સિક્વિન ડ્રેસ

huma qureshi

હુમા કુરેશીની જેમ તમે સિક્વિન ડ્રેસ પણ સ્ટાઈલ કરી શકો છો. આ ડાર્ક બ્લુ ટોનવાળા મિની ડ્રેસ પર સિક્વિન અને ડિસ્ક જેવી સિલ્વર ડિઝાઇન કરવામાં આવી છે, જેના પર લાઈટ પડતાની સાથે જ તે ચમકશે. વિન્ટર સીઝનમાં તમે આને બ્લેક કોટ સાથે પણ સ્ટાઈલ કરી શકો છો. આનાથી ઠંડી પણ નહીં લાગે અને ફેશન પણ જોરદાર દેખાશે. હુમાએ આની સાથે મેચિંગ શૂઝ પહેર્યા છે અને ઓપન હેર લુક રાખ્યો છે.

વેલ્વેટ ડ્રેસ

malaika arora

નવા વર્ષની પાર્ટી માટે તમે બ્લેક વેલ્વેટ ડ્રેસ અને તેની સાથે સ્ટોકિંગ્સવાળો લુક પણ પસંદ કરી શકો છો. મલાઈકાએ મિની ડ્રેસ સ્ટાઈલ કર્યો છે, જેમાં પ્લન્જિંગ સ્વીટહાર્ટ નેકલાઇન અને ફૂલ સ્લીવ ડિઝાઇન આકર્ષક લુક આપી રહી છે. મલાઈકાએ સાથે સ્ટેટમેન્ટ નેકપીસ પહેર્યો છે અને બ્લેક હીલ્સ સાથે લુક પૂરો કર્યો છે.