Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Velvet suits for winter wedding to get beautiful look

Wedding Outfit / લગ્નમાં દેખાડવો છે સુંદર લુક? તો સ્ટાઇલ કરી શકો છો આ પ્રકારના વેલ્વેટ સૂટ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Wedding Outfit / લગ્નમાં દેખાડવો છે સુંદર લુક? તો સ્ટાઇલ કરી શકો છો આ પ્રકારના વેલ્વેટ સૂટ
સોર્સ : GSTV

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે લગ્નના બધા ફંક્શનમાં સુંદર દેખાય. ખાસ કરીને સ્ત્રીઓ આ લગ્નની સિઝનમાં સૌથી વધુ ઉત્સાહિત હોય છે. જો તમે આ લગ્નની સિઝનમાં તમારા લુકને આકર્ષક બનાવવા માંગતા હોવ, તો આજે અમે તમને એવા આઉટફિટ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ જે તમને એક સુંદર લુક અપાવશે.

App Store

આજે, અમે તમને ટ્રેન્ડી વેલ્વેટ સૂટ ડિઝાઇન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આ લગ્નની સિઝનમાં શાહી લુક મેળવવામાં મદદ કરશે અને સાથે ઠંડીથી પણ બચાવશે. આ પ્રકારના સૂટની બજારમાં આજકાલ ખૂબ માંગ છે, તેથી તમે આ વેલ્વેટ સૂટને તમારા વોર્ડરોબમાં ઉમેરી શકો છો.

વેલ્વેટ પ્લાઝો સૂટ

જો તમે આ લગ્નની સિઝનમાં ક્લાસી લુક બનાવવા માંગતા હોવ, તો આ વેલ્વેટ પ્લાઝો સૂટ ખરીદી શકો છો. આ સૂટ લગ્નમાં પહેરવા માટે પરફેક્ટ છે. આ સૂટમાં નેકલાઈન અને દુપટ્ટા પર ઝરી વર્ક મળી શકે છે, જે તેને હેવી લુક આપે આપે છે. આવા સૂટ નાઈટ ફંક્શન માટે પરફેક્ટ છે. તેની સાથે ઝૂમકા પહેરો અને તમારા વાળ સ્ટ્રેટ અને ઓપન રાખો. આ સિવાય તમે આ સૂટ સાથે ઓક્સિડાઇઝ્ડ ચોકર પપહેરી શકો છો.

વેલ્વેટ અનારકલી સૂટ

તમે લગ્ન માટે વેલ્વેટ અનારકલી સૂટ પણ પહેરી શકો છો. આ સૂટ તમારા લુકને રોયલ ટચ આપે છે. તેથી સાથે તમે શિવિન્ટર વેડિંગમાં ગ્લેમરસ લુક બતાવી શકો છો. આ સૂટ તમને આકર્ષક તો બનાવશે જ પરંતુ ઠંડીથી પણ બચાવશે. આ સૂટ સાથે મોટી કુંદન ઇયરિંગ્સ સુંદર દેખાશે. તમારા વાળ કર્લ કરો અને ખુલ્લા રાખો અને તમારા ગળામાં લાંબી ચેઈન પહેરો.

વેલ્વેટ પેન્ટ સૂટ

લગ્નમાં અલગ દેખાવા માટે તમે વેલ્વેટ પેન્ટ સૂટને તમારા વોર્ડરોબમાં ઉમેરી શકો છો. તે કમ્ફર્ટ સાથે લુકને એલિગંટ ટચ આપે છે. આવા સૂટમાં તમને થ્રેડ-વર્ક મળી શકે છે. આ સૂટ સાથે ગોલ્ડન ઇયરિંગ્સ પરફેક્ટ મેચ હશે. આ સિવાય મેચિંગ સ્ટોન ચોકર એક સારો ઓપ્શન છે. હેરસ્ટાઇલ માટે તમારા વાળને હાફ ટક કરો.