Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Try the pre-pleats option.

Fashion Tips : પહેલીવાર સાડી પહેરતા હોવ તો આ ટિપ્સ અપનાવો, મિનિટોમાં મળશે પરફેક્ટ લુક

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Fashion Tips : પહેલીવાર સાડી પહેરતા હોવ તો આ ટિપ્સ અપનાવો, મિનિટોમાં મળશે પરફેક્ટ લુક
સોર્સ : Google

કોઈ ખાસ અવસર પર મોટા ભાગની મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરે છે. પણ પહેલી વાર સાડી પહેરતી વખતે અમુક મહિલાઓને કેટલાય પ્રકારના તકલીફોનો સામનો કરવો પડશે. જેને લઈને કેટલીય વાર ન ગમતું હોય તો, પણ સાડી પહેરવાનો પ્લાન કેન્સલ કરવો પડી જાય છે. ત્યારે આવા સમયે જરુરી છે કે, પહેલી વાર સાડી પહેરવા (Saree wearing tips) જઈ રહ્યા છીએ તો અમુક વાતોનું ધ્યાન આપવું પડશે.

App Store

પહેલી વાર સાડી પહેરતી વખતે સાડીની ફેબ્રિક અને વેટથી લઈને, પ્લીટ્સ બનાવવા અને પલ્લૂ સરખું કરવામાં કેટલીય તકલીફો સામે આવે છે. પણ અમુક ટિપ્સને ફોલો કરીને તમે સરળતાથી મિનિટોમાં સાડી કેરી કરી શકો છો અને પરફેક્ટ લુકમાં દેખાઈ શકે છે, તો અહીં જાણો પહેલી વાર સાડી પહેરવાની રીત વિશે...

પહેલી વાર સાડી પહેરતી વખતે જરુરી છે કે, હળવી સાડીની પસંદગી કરો. હકીકતમાં અમુક મહિલાઓ પહેલી વાર સાડી પહેરવા માટે કાંઝીવરમ અથવા બનારસી જૈવી હેવી સાડીઓનું સિલેકશન કરી લે છે. જેને બાંધવી અને સંભાળવી મુશ્કેલ હોય છે. સાથે જ તેને પહેરીને તમે અનકમ્ફર્ટેબલ પણ અનુભવ કરાવે છે. એટલા માટે પહેલી વાર સાડી પહેરવા માટે સારુ રહેશે કે તમે જોર્જેટ, શિફોન અથવા કોટનની હળવી સાડી સિલેક્ટ કરી શકો.

પ્રી પ્લીટ્સ ઓપ્શન ટ્રાઈ કરો

સાડી પહેરતી વખતે જો આપને પ્લીટ્સ બનાવવામાં તકલીફ આવે છે. તો આવા સમયે તમે સાડીને પહેલાથી પ્લીટ કરી શકો છો. આવી રીતે સાડી પહેરવા માટે આપને ખૂબ જ સરળતા રહેશે અને મિનિટોમાં સારી રીતે સાડી પહેરી શકશો. એટલું જ નહીં સાડીમાં આપનો લુક એકદમ પરફેક્ટ દેખાશે.

સાડીને પિન જરુર કરો

સાડીને સંભાળવા અને પરફેક્ટ લુક માટે તેને સારી રીતે પિન કરવું જરુરી છે. તેના માટે આપ પલ્લૂની સાથે પ્લીટ્સને પણ પિન કરવાનું ન ભૂલો. તેનાથી તમને સાડી સંભાળવામાં સરળતા રહેશે અને પ્લીટ્સને ખુલવાનો ડર પણ નહીં રહે. તેની સાથે જ સાડીને પિનઅપ કરવાથી તમારો લુક પણ ખૂબ ઓર્ગેનાઈઝ્ડ દેખાશે.

હેવી બ્લાઉઝ કેરી ન કરો

જો તમે પહેલી વાર સાડી પહેરી રહ્યા છો તો સારુ રહેશે કે તમે વધારે હેવી બ્લાઉઝ કેરી ન કરો. જો આપ ઈચ્છો તો સાડીમાં યૂનિક લુક કેરી કરવા માટે લાઈટ વેટ બ્લાઉઝ સાથે એક્સપેરિમેન્ટ કરી શકો છો. ત્યારે આવા સમયે સારુ રહેશે કે, શર્ટ સ્ટાઈલ બ્લાઉઝ, ક્રોપ ટોપ બ્લાઉઝ અથવા તો સ્પેગેટી બ્લાઉઝની પસંદગી કરો.

પેટીકોટના ફિટિંગ અને મેચિંગ પર ધ્યાન આપો

સાડી પહેરતા પહેલા પેટીકોટનું ફિટિંગ અને મેચિંગ પર ધ્યાન દેવું જરુરી છે. હકીકતમાં જોઈએ તો પહેલી વાર સાડી પહેરતી મહિલાઓ ઓછા ઘેરવાળા પેટીકોટ કેરી કરી લે છે. જેના કારણે તેમને ચાલવામાં તકલીફ થઈ શકે છે. એટલા માટે જરુરી છે કે, પેટીકોટના ફિટિંગને નજરઅંદાજ ન કરતા. તેની સાથે જ સાડીના મેચિંગનું પેટીકોટ પસંદ કરો, તે સાડીને આકર્ષક લુક આપવામાં મદદ કરશે.