Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Styling Tips to get perfect look on Republic Day

Styling Tips / પ્રજાસત્તાક દિવસ પર મેળવવો છે પરફેક્ટ લુક? તો ફોલો કરો આ સ્ટાઇલિંગ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Styling Tips / પ્રજાસત્તાક દિવસ પર મેળવવો છે પરફેક્ટ લુક? તો ફોલો કરો આ સ્ટાઇલિંગ ટિપ્સ
સોર્સ : GSTV

દેશભરમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દરેક હૃદયમાં દેશભક્તિની ભાવના છલકાય છે. આ દિવસે શાળા, કોલેજ અને જાહેર સ્થળો દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. જો તમે આ દિવસને યાદગાર બનાવવા માંગતા હોવ, તો કપડાથી લઈને એક્સેસરીઝ સુધીની યોગ્ય પસંદગી જરૂરી છે. આ દિવસ પર પરફેક્ટ લુક મેળવવા માટે તમારે કેટલીક સ્ટાઇલિંગ ટિપ્સ ફોલો કરવી જોઈએ.

App Store

તિરંગાના રંગોનો ઉપયોગ કરો

પ્રજાસત્તાક દિવસ પર તૈયારથતી વખતે તમારા આઉટફિટમાં કેસરી, સફેદ અને લીલો રંગ યોગ્ય રીતે શામેલ કરો. એક રંગ પર વધુ ફોકસ કરો અને અન્ય રંગોને પણ ઉમેરવાનો પ્રયાસ કરો, જેથી તમારો લુક સંતુલિત રહે અને દેશભક્તિની ભાવના જળવાઈ રહે. ઉપરાંત, તમારા આઉટફિટને હળવા સ્વેટર, જેકેટ અથવા શાલ સાથે સ્ટાઇલકરો.

મેકઅપ હળવો રાખો

આ ખાસ પ્રસંગે ભારે મેકઅપ ટાળો. તમાર સ્કિન ટોન સાથે મેચ થતું લાઈટ ફાઉન્ડેશન, સોફ્ટ બ્લશ, મસ્કરા અને લિપસ્ટિક લગાવો. આ તમારા લુકને ફ્રેશ અને ક્લીન  રાખશે. જો તમે ઈચ્છો તો તમે તમારા આઈલાઈનર અથવા નેઈલ આર્ટમાં તિરંગાના રંગોનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા લુકને નિખારવા માટે તમે તિરંગાનું ફેસ પેઈન્ટિંગ પણ કરાવી શકો છો.

યોગ્ય એક્સેસરીઝ પહેરો

26 જાન્યુઆરીએ ભારે જ્વેલરીને બદલે હળવા વજનની ઇયરરિંગ્સ, સ્ટડ, બ્રેસલેટ, ટ્રાય કલરની બંગડીઓ અથવા હેર એક્સેસરીઝ પહેરો. આ તમારા લુકને સંતુલિત અને સ્ટાઇલિશ બનાવશે અને તમારો આઉટફિટ પણ સારો લાગશે.

જો તમે સૂટ પહેરવાનું વિચારી રહ્યા છો અને લુકને સિમ્પલ રાખવા માંગો છો, તો તેને ઓક્સિડાઇઝ્ડ ઇયરરિંગ્સ, બંગડી, ચોકર અને બિંદી સાથે કમ્પ્લીટ કરો. જો તમે સાડી પહેરી રહ્યા છો, તો કુંદન ઇયરરિંગ્સ અથવા પર્લ ઇયરરિંગ્સ અજમાવો.

સિમ્પલ હેરસ્ટાઇલ રાખો

પ્રજાસત્તાક દિવસ માટે તમારા આઉટફિટ સાથે મેચ થતી હેરસ્ટાઇલ પસંદ કરો. ખુલ્લા વાળ, લો બન, હાઈ પોનીટેલ અથવા સિમ્પલ ચોટલો શ્રેષ્ઠ વિકલ્પો છે. વધુ પડતું સ્ટાઇલિંગ ટાળો. સિમ્પલ હેરસ્ટાઇલ તમારા લુકને નેચરલ અને એલિગંટ બનાવશે. તમે ભારતીય ધ્વજના રંગોવાળી રિબન વડે તમારા વાળમાં આકર્ષણ ટચ પણ ઉમેરી શકો છો.

આરામદાયક ફૂટવેર પસંદ કરો

પ્રજાસત્તાક દિવસ પર ઘણું ચાલવું કે ઊભા રહેવું પડે છે. તેથી આરામદાયક ફૂટવેર પસંદ કરો. ફ્લેટ્સ, લો હીલ્સ, સ્નીકર્સ અથવા મોજડી પહેરો. સ્ટાઇલ સાથે આરામને પણ જરૂરી છે.