Fashion Tips / વેડિંગ સિઝનમાં લહેંગાને સ્ટાઇલ કરવા ફોલો કરો આ ટિપ્સ, સૌથી અલગ અને સુંદર દેખાશો

જેમ જેમ વેડિંગ સિઝન નજીક આવે છે, દરેક છોકરીની સૌથી મોટી ચિંતા એ હોય છે કે તેને શું પહેરવું અને કેવી રીતે સ્ટાઇલ કરવું. લહેંગા કદાચ સૌથી ક્લાસિક વેડિંગ આઉટફિટ હોય છે, પરંતુ તેને દર વખતે અલગ અને ટ્રેન્ડી લુકમાં રાખવા જ વાસ્તવિક ફેશન ગેમ છે.
જો તમે આ સિઝનમાં લહેંગા પહેરવા જઈ રહ્યા છો, તો ફક્ત રંગ અથવા ડિઝાઇન પર જ નહીં, પણ સ્ટાઇલ પર પણ ધ્યાન આપો. અહીં 5 સરળ છતાં અસરકારક ટિપ્સ છે જે તમારા લહેંગાને ગ્લેમરસ અને મોર્ડન ટચ આપશે.
દુપટ્ટાના ડ્રેપિંગથી આખા લુકને બદલો
તમારા લહેંગાના દુપટ્ટાને અલગ અલગ રીતે ડ્રેપ કરવાથી દર વખતે એક નવો લુક મળી શકે છે. તમે દુપટ્ટાને સીધો ડ્રેપ કરી શકો છો, જેનાથી પરંપરાગત લુક મળશે, આ સિવાય કેપ સ્ટાઇલ કે સાઇડ પલ્લુ ડ્રેપ સાથે મોર્ડન ટચ ઉમેરી શકો છો. તાજેતરમાં, ઘણી સેલિબ્રિટીઓએ બેલ્ટેડ દુપટ્ટા લુક અપનાવ્યો છે, જે લહેંગાને વધુ ગ્રેસફુલ બનાવે છે. જો તમે લાઈટ કે નેટ દુપટ્ટો પહેરી રહ્યા છો, તો તેને તમારા ખભા પર પિન કરીનેને તેને ખુલ્લો છોડી દો. આ લુક ખૂબ જ એલિગંટ લાગે છે.
બ્લાઉઝ ડિઝાઇન સાથે પ્રયોગ
આજકાલ, દરેક દુલ્હન અને મહેમાન તેમના બ્લાઉઝ સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે. ઓફ-શોલ્ડર, બેકલેસ, હોલ્ટર નેક અથવા ફુલ સ્લીવ્ઝ દરેક સ્ટાઇલનું પોતાનું આકર્ષણ હોય છે. જો તમને ટ્રેન્ડી લુક જોઈતો હોય, તો સિક્વિન વર્ક અથવા મિરર વર્કવાળું બ્લાઉઝ પસંદ કરો. ટ્રેડિશનલ લુક માટે બનારસી અથવા એમ્બ્રોઈડરી વર્કવાળું બ્લાઉઝ પરફેક્ટ રહેશે.
વાળ અને મેકઅપને યોગ્ય રાખો
કેટલીકવાર લોકો એક સરસ આઉટફિટ પસંદ કરે છે પરંતુ તેમની હેરસ્ટાઇલ અને મેકઅપમાં ભૂલો કરે છે. જો તમારો લહેંગો ખૂબ ભારે હોય, તો બેલેન્સ જાળવવા માટે સોફ્ટ ગ્લો મેકઅપ અને લો બન અથવા વેવી હેર પસંદ કરો. જ્યારે સિમ્પલ લહેંગા સાથે સ્મોકી આઈ અથવા બ્રાઈટ લિપ્સનું કોમ્બીનેશન સારું લાગે છે.
એક્સેસરીઝમાં બેલેન્સ જાળવો
લહેંગાની સુંદરતા વધારવામાં જ્વેલરી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તેને ઓવરડૂ કરવાનું ટાળો. જો તમારા લહેંગામાં એમ્બ્રોઈડરી વર્ક હોય, તો લાઈટ જ્વેલરી પહેરો, જેમ કે નાની ઇયરરિંગ્સ અને સુંદર માંગટીકા અથવા સ્ટેટમેન્ટ નેકલેસ. જોકે, જો લહેંગા સિમ્પલ હોય, તો કુંદન અથવા પોલ્કી જ્વેલરી સેટ તમને રોયલ ટચ આપશે. તેની સાથે સુંદર ક્લચ લુકને કમ્પ્લીટ કરશે.
યોગ્ય ફૂટવેર મહત્ત્વપૂર્ણ છે
યોગ્ય ફૂટવેર પસંદ કરવાનું ફક્ત સ્ટાઇલ વિશે નથી, પરંતુ આરામ વિશે પણ છે. લગ્ન અથવા ફંક્શનમાં કલાકો સુધી ઊભા રહેવાની કે નાચવાની જરૂર પડી શકે છે, તેથી આરામદાયક હીલ્સ પહેરો. બ્લોક હીલ્સ અથવા મોજડી અત્યારે ફેશનમાં છે અને ટ્રેડિકશનલ આઉટફિટ સાથે ખૂબ જ સુંદર લાગે છે.

