Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Co-ord set will not look like a night dress just avoid making these mistakes

Fashion Tips / નાઈટ ડ્રેસ જેવો નહીં લાગે તમારો કો-ઓર્ડ સેટ, બસ આ ભૂલો કરવાનું ટાળો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Fashion Tips / નાઈટ ડ્રેસ જેવો નહીં લાગે તમારો કો-ઓર્ડ સેટ, બસ આ ભૂલો કરવાનું ટાળો
સોર્સ : GSTV

કો-ઓર્ડ સેટનો ટ્રેન્ડ દરેક ઋતુમાં રહે છે. તે ફક્ત આરામદાયક જ નથી પણ સ્માર્ટ અને એલિગંટ લુક પણ આપે છે. એ બીજી વાત છે કે ઘણી વખત સ્ત્રીઓ તેને સ્ટાઇલ કરવામાં નાની ભૂલો કરે છે, જેના કારણે તે નાઈટ ડ્રેસ જેવો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, કો-ઓર્ડ સેટને યોગ્ય રીતે સ્ટાઇલ કરવો મહત્ત્વપૂર્ણ છે જેથી તે તમને ક્લાસી અને ટ્રેન્ડી લુક આપે, નાઈટ ડ્રેસ જેવો નહીં.

App Store

ફેબ્રિકની ખોટી પસંદગી

કો-ઓર્ડ સેટમાં યોગ્ય ફેબ્રિક પસંદ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાટિન, સિલ્ક અથવા પોલિએસ્ટર જેવા ચળકતા ફેબ્રિકમાંથી બનેલા કો-ઓર્ડ સેટ નાઈટ ડ્રેસ જેવા લાગી શકે છે. તેથી કોટન, લિનન, રેયોન અથવા ખાદી જેવા હફેબ્રિકના કો-ઓર્ડ સેટ પસંદ કરો, જે તમને આરામદાયક અનુભવ કરાવશે.

ઓવરસાઈઝ અથવા ટાઈટ ફિટિંગ

જો કો-ઓર્ડ સેટ ખૂબ લૂઝ અથવા ઓવરસાઈઝનો હોય, તો તે લાઉન્જવેર જેવો દેખાઈ શકે છે. બીજી બાજુ, જો તે ખૂબ ટાઈટ હોય, તો પણ લુક બગડી શકે છે. તેથી યોગ્ય ફિટિંગવાળો કો-ઓર્ડ સેટ પસંદ કરો જે ન તો ખૂબ બોડી હગિંગ હોય કે ન તો ખૂબ લૂઝ.

એક્સેસરીઝ

કો-ઓર્ડ સેટને સ્ટાઇલિશ લુક આપવા માટે યોગ્ય એક્સેસરીઝ પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે. મોટા હૂપ્સ, સ્ટેટમેન્ટ નેકપીસ, લેયર્ડ ચેઈન અથવા મિનીમલ જ્વેલરી તમારા લુકને વધારે છે.

ફૂટવેર 

કો-ઓર્ડ સેટ સાથે યોગ્ય ફૂટવેર પસંદ કરવા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ફ્લેટ અથવા સિમ્પલ સ્લીપર તેને કેઝ્યુઅલ અને કંટાળાજનક બનાવી શકે છે. તેના બદલે, મ્યુલ્સ, સેન્ડલ, સ્ટ્રેપી હીલ્સ અથવા સફેદ સ્નીકર્સ પહેરો, જે તમારા લુકને એલિગંટ અને સ્ટાઇલિશ બનાવશે.

હેરસ્ટાઇલ અને મેકઅપ 

તમારી હેરસ્ટાઇલ અને મેકઅપ પણ કો-ઓર્ડ સેટના લુકને સંપૂર્ણપણે બદલી શકે છે. ખુલ્લા વાળ, સ્લીક પોનીટેલ, મેસી બન અથવા લો બન સાથે લાઈટ મેકઅપ અને ગ્લોસી લિપ્સ તમને ફેમિનીન અને સ્ટાઇલિશ લુક આપશે.

કલર અને પ્રિન્ટ 

જો તમે કો-ઓર્ડ સેટને સ્ટાઇલિશ લુક આપવા માંગતા હોવ, તો પેસ્ટલ શેડ્સ, લાઈટ કલર અને ફ્લોરલ પ્રિન્ટ પસંદ કરો. બ્રાઈટ અને ડાર્ક કલર ટાળો કારણ કે તે તેને નાઈટ ડ્રેસ જેવો લુક આપી શકે છે.

બેગ 

કો-ઓર્ડ સેટ સાથે ક્લચ, સ્લિંગ બેગ અથવા મીની ટોટ જેવા બેગ ખૂબ સારા લાગે છે. મોટી અને કેઝ્યુઅલ બેગ કેરો કરવાનું ટાળો.

લેયરિંગ ટાળો

કો-ઓર્ડ સેટ સાથે વધુ પડતું લેયરિંગ ન કરો, કારણ કે આ લુકને ભારે બનાવી શકે છે. ફક્ત સિમ્પલ અને સ્લીક લુક પર ધ્યાન કેન્દ્રિત કરો.