Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / ફેશન : Avoid these mistakes while styling ethnic outfit for festival

Fashion Tips / તહેવારોની સિઝનમાં હેવી વર્કવાળા આઉટફિટ પહેરતી વખતે ન કરો આ ભૂલો, બગડી જશે આખો લુક

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Fashion Tips / તહેવારોની સિઝનમાં હેવી વર્કવાળા આઉટફિટ પહેરતી વખતે ન કરો આ ભૂલો, બગડી જશે આખો લુક
સોર્સ : Google

તહેવારોની સિઝન પોતાની સાથે ખુબ ખુશી અને ઉત્સાહ લઈને આવે છે. પરિવારના બધા સભ્યો સાથે મળીને તહેવારનો આનંદ માણે છે. રક્ષાબંધનથી તહેવારો શરૂ થઈ રહ્યા છે, આ પછી જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન મહિલાઓ હેવી એથનિક આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે. તેની સાથે લુકને કમ્પ્લીટ કરવા માટે એક્સેસરીઝ પણ પહેરે છે.

App Store

એથનિકમાં તમારા લુકને ક્લાસી બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, નહીં તો તમારો લુક બગડી શકે છે. તેથી, જો તમે પણ તહેવારોમાં હેવી વર્કવાળા આઉટફિટ પહેરો છો, તો તમારે આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

વધુ પડતી એક્સેસરીઝ

જો તમે હેવી વર્કવાળા આઉટફિટ સાથે વધુ પડતી એક્સેસરીઝ પહેરો છો, તો તે તમારા લુકને બગાડી શકે છે. ક્લાસી અને સ્ટાઇલિશ લુક મેળવવા માટે, આઉટફિટ અનુસાર સિમ્પલ અને હળવા વજનની જ્વેલરી પસંદ કરવાનો પ્રયાસ કરો, જેમ કે જો લહેંગા અથવા સાડીમાંહેવી વર્કનું કામ હોય, તો તેની સાથે સિમ્પલ નેકલેસ અને ઇયરરિંગ્સ પહેરો.

ખોટા ફૂટવેર

જો તમે સુટ, સાડી કે લહેંગા જેવા એથનિક આઉટફિટ પહેર્યા હોય, તો તેની સાથે યોગ્ય ફૂટવેર પસંદ કરો. સ્ટાઇલિશ લુકની ઈચ્છામાં હાઈ હીલ્સ પહેરવી અસ્વસ્થતા પેદા કરી શકે છે. તેથી, તમે આઉટફિટ અનુસાર કમ્ફર્ટેબલ મોજડી અથવા ઓછી હીલ્સ પહેરી શકો છો. જેથી લુક યોગ્ય અને આરામદાયક દેખાય.

ખોટો મેકઅપ

મહિલાઓ ચોક્કસપણે તેમના લુકને આકર્ષક બનાવવા માટે મેકઅપ કરે છે. પરંતુ તમારે હવામાન, સમય અને ઈવેન્ટ અનુસાર મેકઅપ કરવો જોઈએ. ચોમાસામાં વોટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. ડાર્ક આઈશેડો, ગ્લિટર લિપસ્ટિક અને હેવી ફાઉન્ડેશન લગાવવાનું ટાળો. તે વધુ પડતું લાગશે. તેથી, ઓછામાં ઓછું મેકઅપ કરો, જેથી તમને નેચરલ લુક મળે.

આઉટફિટના ફિટિંગ પર ધ્યાન આપો

ઘણી વખત લોકો ટ્રેન્ડને અનુસરવા માટે ફિટિંગને અવગણે છે. કેટલાક લોકો ખૂબ જ ઢીલા કપડા પહેરે છે અને કેટલાક ખૂબ જ ટાઈટ કપડા પહેરે છે. જેના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવી શકે છે. તેથી, તમારા શરીરના પ્રકાર અને આરામ અનુસાર ડ્રેસના ફિટિંગનું ધ્યાન રાખો.

ખોટું ફેબ્રિક

હવામાન અનુસાર ફેબ્રિક પસંદ કરો. ક્યારેક ખૂબ ભારે આઉટફિટ્સ પહેરવાથી તમને ગરમીમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. આવી સ્થિતિમાં, ગરમી અનુસાર કોટન, રેયોન, જ્યોર્જેટ અથવા લિનન ફેબ્રિકમાંથી બનેલા કપડા પહેરવાનું વધુ સારું રહેશે.