રાત્રે સૂતા પહેલા ચહેરા પર આ રીતે કરો વિટામિન E કેપ્સ્યુલનો ઉપયોગ, દરેક ઋતુમાં ચમકશે તમારી ત્વચા

વિટામીન E એ એક એવું વિટામિન છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કોલેજન વધારવાની સાથે તે ત્વચાને કડક કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, આ વિટામિન તમારી ત્વચાની રચનાને સુધારવામાં અને ડાઘ-ધબ્બા મટાડવામાં મદદરૂપ છે. આ વિટામિન તમારી ત્વચા માટે વિશેષ પોષક તત્વ તરીકે પણ કામ કરે છે. આ સિવાય વિટામિન Eના ઘણા ફાયદા છે. પરંતુ, તેમને જાણતા પહેલા, ચાલો જાણીએ કે તમે ચહેરા પર મસાજ માટે આ વિટામિનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
આ પણ વાંચો: Beauty Tips / શિયાળામાં ભૂલથી પણ તમારા સ્કિન કેર રૂટીનમાં આ વસ્તુઓનો ન કરો સમાવેશ
આ રીતે ચહેરા પર વિટામિન Eનો ઉપયોગ કરો
વિટામીન E કેપ્સ્યુલને નાળિયેર તેલ અથવા બદામના તેલમાં મિક્સ કરીને લગાવવું જોઈએ. રાત્રે સૂતા પહેલા 1 ચમચી નારિયેળ તેલ અથવા બદામનું તેલ લો. તેમાં વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. બંનેને મિક્સ કરીને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. મસાજ કરતા પહેલા તમારા ચહેરાને સાફ કરવાનું યાદ રાખો. લગભગ 10થી 20 મિનિટ સુધી મસાજ કરો. આ સમય દરમિયાન તમે ફેસ મસાજરનો પણ ઉપયોગ કરી શકો છો. સવારે ઉઠ્યા પછી, તમારા ચહેરાને સામાન્ય પાણીથી સાફ કરો.
ત્વચાને વિટામિન Eથી આ ફાયદા મળે છે
કરચલીઓથી છુટકારો મળે છે
વિટામિન E કેપ્સ્યુલથી ચહેરા પર મસાજ કરવાથી ફાઈન લાiન્સ અને કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે. તે સ્કિનના ટેક્સચરને સુધારે છે. વધુમાં, તે ચહેરા પર કરચલીઓ અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે.
સ્કિન ટોનિંગમાં ફાયદાકારક છે
ચહેરાના ટોનિંગમાં વિટામિન E કેપ્સ્યુલથી મસાજ કરવું ઝડપથી કામ કરી શકે છે. તે ત્વચામાં કોલેજન વધારીને ત્વચાને કડક કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તે બ્લડ સ્ર્ક્યુલેહનને ઝડપી બનાવે છે જે સ્કિનના ટેક્સચરને સુધારે છે અને તેમાં ચમક લાવે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

