આ તેલ વાળને મૂળથી કાળા કરશે, સફેદ હેર કુદરતી રીતે થઈ જશે કાળા

આજકાલ લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં વાળને કુદરતી રીતે કાળા કરવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાયો અપનાવે છે. કેટલાક વાળને કલર કરે છે તો કેટલાક મહેંદી લગાવીને વાળને કલર કરે છે. તમને બજારમાં આવા ઘણા ઉત્પાદનો મળશે જે વાળને કાળા કરે છે પરંતુ આ કુદરતી અને કાયમી ઉપાય નથી. પરંતુ આ વસ્તુઓમાં જોવા મળતા રસાયણો વાળને વધું સફેદ બનાવે છે. તમારા વાળને કાળા કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરો તે વધુ સારું છે. આ તેલમાં કેટલાક પાન મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ મૂળથી કાળા થવા લાગે છે. જો તમે પણ વાળના અકાળે સફેદ થવાથી પરેશાન છો તો એકવાર આ તેલને અજમાવી જુઓ.
સફેદવાળ કાળા કરવાનું તેલ
સરસવનું તેલ
સરસવનું તેલ કુદરતી રીતે વાળને કાળા કરવામાં મદદ કરે છે. સરસવનું તેલ વાળના મૂળને પોષણ આપે છે અને વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. સરસવના તેલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઘણા વિટામિન્સ મળી આવે છે જે વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો : Curly Hair Care / શિયાળામાં પણ હેલ્ધી રહેશે કર્લી હેર, બસ આ રીતે લેવી પડશે કાળજી
મીઠા લીમડાના પાન
મીઠા લીમડાના પાન વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાંદડા વાળને અકાળે સફેદ થતા અટકાવે છે. મીઠા લીમડામાં બીટા કેરોટીન અને પ્રોટીન મળી આવે છે, જે વાળની લંબાઈ વધારે છે અને રંગને કાળો બનાવે છે.
વાળને કાળા કરવા માટે આ રીતે બનાવો
આ તેલ તૈયાર કરવા માટે 1 કપ સરસવનું તેલ લો. તેને એક પેનમાં નાખીને ગરમ કરો. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 15-20 તાજા મીઠા લીમડાના પાન નાખો. આ તેલને ખૂબ જ ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મીઠા લીમડાના પાંદડાનો રંગ કાળો ન થઈ જાય. હવે તેલને ઠંડુ કરી ગાળીને સ્વચ્છ બોટલમાં ભરી લો.
મીઠા લીમડાનું તેલ કેવી રીતે લગાવવું
આ તેલને વાળના મૂળમાં સારી રીતે લગાવો. વાળમાં હળવા હાથે મસાજ કરો. આ પછી લગભગ 1-2 કલાક માટે વાળ પર તેલ છોડી દો. હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. તમારે અઠવાડિયામાં 2-3 વખત આ રીતે તેલનો ઉપયોગ કરવો પડશે. તેનાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

