Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : The skin will have a natural glow.

Beauty Tips: સ્કિનમાં આવશે નેચરલ ગ્લો, આ ઘરેલુ દેશી ઉપાય પાર્લર જેવો આપશે નિખાર

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips: સ્કિનમાં આવશે નેચરલ ગ્લો, આ ઘરેલુ દેશી ઉપાય પાર્લર જેવો આપશે નિખાર
સોર્સ : gstv

ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને  ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું.  રાત્રે પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી.આપના  ચહેરા પર નિખાર આવી જાય  છે. હા, તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.

App Store

વાસ્તવમાં પગની માલિશ અથવા પદભ્યામ આયુર્વેદિક પરંપરામાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પ્રકારનું મસાજ, ખાસ કરીને રાત્રે, ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિઓમાંની એક ગણવામાં આવે છે. પગમાં ઘી લગાવવાથી વાયુ શાંત થાય છે,  વાયુ શાંત થવાથી  પેટનું ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.  આપણા પગના તળિયામાં બધી જ નસોનો છેડો છે એટલે કે અંત છે.  આ જ કારણ છે કે તેમને માલિશ કરવાથી જ્ઞાનતંતુઓ મજબૂત બને છે. આટલું જ નહીં, પગના તળિયા પર ઘી લગાવવાના બીજા પણ અન્ય ફાયદા છે. ચાલો શોધીએ.

પગના તળિયા પર ઘી લગાવવાથી ફાયદો થાય છે

સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. પગના તળિયા પર ઘીથી માલિશ કરશે તો તેને સારી ઊંઘ આવશે. જેના કારણે તેના ચહેરા પર પણ ચમક આવી જશે.

નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે

જો તમને અપચો, ઓડકાર અને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તળિયા પર ઘી લગાવવાથી તમને ફાયદો થશે.

માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘીની માલિશ કરી શકાય છે.સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે,ત્વચાનમાં નિખાર આવે છે.   જો આપને  ઘી ન ગમે તો જો ઘીના બદલે  નારિયેળ તેલ અથવા કોકમ બટરનો પણ ઉપયોગ કરી શકો છો.

પગના તળિયા પર ઘીથી માલિશ કેવી રીતે કરવી

દરરોજ રાત્રે સૂતા પહેલા એક વાટકીમાં ઘી લો અને  તેને તમારી હથેળીમાં લો અને તળિયાની માલિશ કરો. પગ ગરમ થવા લાગે ત્યાં સુધી તેને ઘસો. બીજા પગના તળિયા પર પણ આનું પુનરાવર્તન કરો અને પછી સૂઈ જાઓ. ઊંઘ સારી આવવાની સાથે ચહેરા પર પણ નિખાર આવશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.