Sahiyar : કોમળ ત્વચા માટે વાતનું રાખો ખાસ ધ્યાન, ચહેરા પરથી કરચલીઓ થશે દૂર

ચહેરાની કરચલીઓ ઉંમર વધવાનો સંકેત તો આપે છે. પરંતુ તે ત્વચા પર ત્યારે પણ દેખાય છે જ્યારે ત્વચાના ટિશ્યુમાં બળપૂર્વક ખેંચાણ ઉત્પન્ન થાય છે. ઘણી વખત આ ખેંચાણ ટિશ્યુમાં કાયમી એટલે કે વારસાગત રીતે જોવા મળે છે.
કપાળે તથા હોઠના ખૂણે પડતી રેખાઓ આનું સચોટ ઉદાહરણ છે. પરંતુ ઉંમર વધવાની સાથે જેમ-જેમ ત્વચાની લચક ઓછી થતી જાય છે. તેમ-તેમ તેમાં રહેલા 'કોલોજન' તથા 'ઈલાસ્ટિક ફાઈબર' દાટતાં જાય છે જેને કારણે ત્વચા પર કાયમી કરચલીઓ પડી જાય છે.
ખૂબ તડકાને કારણે પણ ચહેરા પર કરચલીઓ પડી જાય છે કારણ કે સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાની અંદરની વ્યવસ્થાને એ રીતે અવ્યવસ્થિત કરે છે કે તેમાં કોમળતા ઉત્પન્ન કરતાં ઈલાસ્ટિક ફાઈબર અને કોલોજન સમૂહોનો ક્ષય થવા માંડે છે, પરિણામે ત્વચા લચી પડે છે જે કરચલીઓનો આભાસ આપે છે.
આ ઉપરાંત પ્રદૂષણ, ધૂળમાટી વગેરેને કારણે ત્વચાની કુદરતી કોમળતા નષ્ટ થાય છે. તેથી ત્વચાની કોમળતા તથા ચમક બનાવી રાખવા માટે નીચેની વાતો ધ્યાનમાં રાખો.
- ત્વચાને નિયમિત રીતે માઈલ્ડ સાબુથી સાફ કરો.
- ત્વચાને સ્વચ્છ, મુલાયમ ટોવેલથી હળવા હાથે સાફ કરો.
- ત્વચા પર મોઈશ્ચરાઈઝર કે કોલ્ડક્રિમ જરૂર લગાવો જેથી તેની કુદરતી કોમળતા જળવાઈ રહે.
- બહાર નીકળતી વખતે ત્વચા પર સનસ્ક્રીન લોશન જરૂર લગાવો. તાપથી બચવા માટે હેટ, છત્રી તથા સનગ્લાસનો ઉપયોગ જરૂર કરો.
- ધૂમ્રપાન તથા આલ્કોહોલનું સેવન ન કરો.
- ચા, કોફી, કોલ્ડ ટ્રિંક, ફાસ્ટફૂડ, મીઠાઈ, આઈસક્રીમ, ચોકલેટનો ઉપયોગ ઓછો કરો.
- ત્વચામાં તાજગી લાવવા માટે બાર-તેર ગ્લાસ પાણી જરૂર પીઓ. કારણ કે પાણીની ઉલપથી ત્વચા શુષ્ક બની જાય છે.
- ટેન્શન મુક્ત તથા પ્રસન્ન રહો.
- કપાળ પર રેખાઓ કે કરચલીઓ ન પડયા છે.
- અઠવાડિયામાં એક વખત ચહેરા પર ફેસપેક તથા ફેસસ્ક્રબ જરૂર લગાવો.
- મહિનામાં એક વખત નિયમિત ફેસિયલ તથા થર્મોહર્બ માસ્કનો પ્રયોગ કરીને આ કરચલીઓને દૂર કરી શકાય છે.
- રાત્રે સૂતાં પહેલાં વિટામિન ઈ યુક્ત ક્રીમ ઓવર નાઈટ નરિસિંગ ક્રીમ લગાવીને હળવા હાથે મસાજ કરો જેથી ચહેરા પર આવી કરચલીઓ નહીં પડે.
* સમતોલ તથા પૌષ્ટિક ખોરાક લો. બિનજરૂરી ડાયેટિંગ ન કરો.
- ઓછામાં ઓછા નવથી દસ કલાકનો આરામ જરૂર કરો. આ રીતે તમે આ કરચલીઓ પર કાબૂ મેળવીને તેને વધતી અટકાવી શકો છો, છતાં પણ જો આ કરચલીઓ તમારો પીછો ન છોડે તો તેને મેકઅપ અને વ્યાયામ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરો.
- ડાર્કને બદલે લાઈટ મેકઅપ કરો. જેનાથી કરચલીઓ ઓછી દેખાશે.
-
નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

