VIDEO: ચહેરા પર મોંઘી ક્રીમ લગાવવાનું બંધ કરો! અપનાવો આયુર્વેદની આ 5 સાવ સરળ ટિપ્સ!
સ્કિન કેર માટે લોકો અવનવા ટ્રેન્ડ ફોલો કરતા હોય છે. આજકાલ ઘણા લોકો મોર્નિંગ અને નાઇટ બંને માટે અલગ-અલગ પ્રકારના સ્કિન કેર રૂટિન ફોલો કરે છે. જોકે, મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય છે કે લાંબા સમય સુધી એક જ પ્રોડક્ટનો ઉપયોગ કરવા છતાં તેની સ્કિન પર કોઈ ખાસ ફરક દેખાતો નથી. આયુર્વેદ ડૉક્ટરે 5 આયુર્વેદિક આદતો જણાવી છે, જે તેમણે પોતે પણ ફોલો કરી છે અને પોતાની સ્કિનમાં સારો એવો બદલાવ અનુભવ્યો છે. આ આદતોને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ફોલો કરી શકે છે. એક્સપર્ટે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેમણે કોઈ પણ સીરમ કે ફેશિયલ વગર પોતાની સ્કિનમાં સુધારો જોયો છે. અહીં જાણો સ્કિન નિખારતી આ 5 આયુર્વેદિક આદતો:
મોડી રાત પહેલાં ઊંઘી જવું
મોડી રાત સુધી જાગવાની અસર સીધી જ ચહેરા પર દેખાવા લાગે છે. જો તમે રોજ મોડા સુઓ છો, તો સ્કિન નિસ્તેજ અને થાકેલી દેખાવા લાગે છે. જો તમે સ્કિનને ગ્લોઇંગ અને યંગ રાખવા માંગતા હોવ, તો પૂરતી ઊંઘને પ્રાથમિકતા આપો. આમ કરવાથી માત્ર એનર્જી જ નહીં વધે, પરંતુ સ્કિન પણ ફ્રેશ દેખાશે.
ખરેખર ભૂખ લાગે ત્યારે જ ખાવું
સતત સ્નેક્સ ખાતા રહેવાથી અને જરૂરિયાત કરતાં વધુ ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે. આયુર્વેદ માને છે કે તંદુરસ્ત ત્વચાની શરૂઆત સ્વસ્થ પાચનથી થાય છે. એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે તેમણે ટાઇમપાસમાં ખાવાનું બંધ કર્યું, ત્યારે તેની સ્કિન પર સ્પષ્ટ સુધારો જોવા મળ્યો.
દિવસની શરૂઆત નવશેકા (હૂંફાળા) પાણીથી કરવી
તમે અવારનવાર લોકોને એ સલાહ આપતા સાંભળ્યા હશે કે સવારની શરૂઆત હૂંફાળું પાણી પીને જ કરવી જોઈએ. હંમેશા યાદ રાખો કે 'સૌથી પહેલાં હાઇડ્રેશન, બાકી બધું પછી'. આ એક સરળ આદતથી તમને આખો દિવસ એનર્જેટિક અનુભવવામાં મદદ મળશે અને તમારું ડેઇલી રૂટિન પણ સુધરશે.
નિયમિત 'નસ્ય' કરવું
આયુર્વેદ અનુસાર, તેલ અથવા ઘીના થોડાં ટીપાં નાકમાં નાખવાની પ્રક્રિયા (નસ્ય) ને સેલ્ફ-કેયર રૂટિનનો ભાગ બનાવો. આ કરવાથી નાકની હેલ્થ સારી રહેવાની સાથે-સાથે દૈનિક વેલનેસ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.
આંધળુકિયા સ્કિનકેયર ટ્રેન્ડ ફોલો ન કરવા
એ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે દરેક પ્રોડક્ટ દરેકની સ્કિન પર કામ કરતી નથી. તમારે એ સમજવું પડશે કે તમારી સ્કિન કયા ટાઇપની છે અને તમારું શરીર વાયુ, પિત્ત કે કફમાંથી કઈ પ્રકૃતિ તરફ વધુ ઝુકાવ ધરાવે છે. આ બાબત તમને આંધળુકિયા ટ્રેન્ડ ફોલો કરવાના બદલે તમારી સ્કિન માટે યોગ્ય પસંદગી કરવામાં મદદ કરશે.

