Beauty Tips : ગમે તેવા પીળા દાંત હશે તો પણ સફેદ થઈ જશે, આ ટિપ્સ અપનાવી મોતી જેવા ચમકાવો દાંત

કોઈ પણ માણસની સુંદરતા તેના સફેદ દાંત હોય છે. દાંત ફક્ત ખાવાનું ચાવવા માટે નથી હોતા, પણ આપના ચહેરાની સુંદરતાને વધારે છે. પણ ઘણી વાર આપના પીળા દાંતના કારણે લોકો ખુલીને હસી શકતા નથી અને મનમાં મુંઝાતા હોય છે. તે પોતાની દાંતની સફેદી સાથે ચમક બનાવી રાખવા માટે દિવસમાં બે વાર બ્રશ પણ કરે છે. પણ તેમના દાંતની પીળાશ જેમની તેમ રહે છે. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન રહે છે પણ હવે તમારે હેરાન થવાની જરુર નથી.
આજે એક ઘરેલૂ ઉપાય જણાવશું, જેનો ઉપયોગ કરીને તમે દાંતની સફેદી સાથે ચમક ફરી પાછી લાવી શકશો. ફરીથી સફેદ મોતીની માફક દાંત ચમકવા લાગશે. ડેન્ટલ સર્જન ડોક્ટરના જણાવ્યા અનુસાર, ઘરમાં મળતા બેકિંગ સોડાને હાઈડ્રોજન પેરાઓક્સાઈડ સાથે મળીને પેસ્ટ બનાવીને તેનું બ્રશ કરવાથી દાંત પર જામેલી પ્લાક અને બેક્ટીરિયા ગાયબ થઈ જાય છે. જેનાથી આપના દાંત ચમકવા લાગશે. આ પેસ્ટને દાંત પર લગાવીને પાણીથી ધોઈ નાખવા જોઈએ.
પીળા દાંતને સાફ કરવા માટે તમારે કેળાની છાલ, સ્ટ્રોબેરી, સરસવનું તેલ, સિંધવ મીઠાની સાથે લીમડાના દાંતણનો ઉપયોગ કરી શકશો, જે આપના દાંતને મોતી જેવા ચમકાવવામાં ખૂબ જ મદદ કરશે.
તમારા દાંતને સાફ અને સ્વસ્થ રાખવા માટે દિવસમાં બે વાર બ્રશ જરુરથી કરવું જોઈએ. પહેલી વાર સવારે ઉઠ્યા બાદ અને બીજુ સાંજે સુતા પહેલા રાતના સમયે તમારે જરુરથી બ્રશ કરવું જોઈએ.
ડેન્ટલ સર્જન ડોક્ટર જણાવે છે કે, આપણે ઓછામાં ઓછી 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ. બ્રશ કરતી વખતે દાંત પર બ્રશથી પ્રેશર ન આપવું જોઈએ. પેઢાને પણ સારી રીતે સાફ કરવાની સાથે સાથે ગોળ આકરમાં આપણે બ્રશ કરવું જોઈએ. જેનાથી આપણા દાંતમાં ચારે તરફ જામેલા બેક્ટીરિયા સાફ થઈ જશે. મોં બેક્ટીરિયા મુક્ત રહેશે, જેના પ્લેગનો ખતરો પણ આવશે નહીં.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

