Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Natural exfoliator for dry skin

Beauty Tips / શિયાળામાં ત્વચા ડ્રાય અને ડલ બની જાય છે? તો આ કુદરતી એક્સફોલિએટરનો કરો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2024
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / શિયાળામાં ત્વચા ડ્રાય અને ડલ બની જાય છે? તો આ કુદરતી એક્સફોલિએટરનો કરો ઉપયોગ

સમય સાથે આપણી ત્વચા પર ડેડ સ્કિન સેલ્સએકઠા થવા લાગે છે, જેના કારણે ત્વચા ડ્રાય અને ડલ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, સમયાંતરે ત્વચાને એક્સફોલિએટ કરીને, ડેડ સ્કિનસેલ્સ દૂર કરી શકાય છે, તે ત્વચામાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. ઉપરાંત, તે ત્વચાને નરમ, સ્વચ્છ અને બ્રાઈટ બનાવે છે.

App Store

આ પણ વાંચો: Beauty Tips / શિયાળામાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય, જાણો તેના ફાયદા

એક્સ્ફોલિએશન ડ્રાય ત્વચાની ફ્લેકીનેસને ઘટાડીને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કુદરતી ચમક જાળવવા અને સ્કિન પોર્સને બ્લોક થતા અટકાવવા માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો ત્વચાના એક્સ્ફોલિએશન માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે, તો તે ત્વચા માટે શ્રેષ્ઠ અને અસરકારક ઉપાય હશે. 

ઓટ્સ

ઓટ્સનું ટેક્સચર ડ્રાય ત્વચા માટે યોગ્ય છે. તેમાં દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે અને મોઇશ્ચર જાળવી રાખે છે.

દહીં

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે ડેડ સ્કિનને દૂર કરવામાં અને ડ્રાયનેસ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં થોડું મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો.

ખાંડ અને ઓલિવ ઓઈલ

ખાંડના નાના ગ્રાન્યુલ્સ ધીમેધીમે ત્વચા પર જેન્ટલી સ્ક્રબ કરે છે. તેને ઓલિવ ઓઈલ સાથે મિક્સ કરો, તે ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે અને તેને કોમળ પણ રાખે છે.

ચણાનો લોટ અને દૂધ

ચણાના લોટમાં દૂધ અને હળદર મિક્સ કરીને લગાવો. તે ડ્રાય ત્વચાને પોષણ આપે છે અને ફ્લેકીનેસ દૂર કરે છે.

કોફી

કોફી પાવડરથી ત્વચા પર હળવા હાથે સ્ક્રબ કરવાથી બ્લડ સર્ક્યુલેશન બધે છે. તેને નારિયેળ તેલમાં મિક્સ કરીને ઉપયોગ કરો.

એલોવેરા અને ચોખાનો લોટ

એલોવેરા જેલ ત્વચાને નરમ બનાવે છે, જ્યારે ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. આ બંને વસ્તુને મિક્સ કરીને સ્ક્રબ બનાવો.

પપૈયા

પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે ડ્રાય ત્વચાને પોષણ આપે છે. તેનો પલ્પ સીધો ત્વચા પર લગાવી શકાય છે.

મધ અને બદામની પેસ્ટ

મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને બદામના બારીક દાણા એક્સ્ફોલિએશન પ્રદાન કરે છે. બંને વસ્તુને મિક્સ કરીને તમારી ત્વચા પર હળવા હાથે સ્ક્રબ કરો.

એક્સ્ફોલિએશન ટિપ્સ

  • અઠવાડિયામાં 1-2 વખત એક્સફોલિએટ કરો. 
  • એક્સ્ફોલિએશન પછી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં.
  • ડ્રાય ત્વચા માટે હાર્શ સ્ક્રબનો ઉપયોગ ટાળો અને હંમેશા યોગ્ય પ્રોડક્ટ પસંદ કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.