Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Mistakes which are causing persistent acne

Skin Care Tips / આ 5 ભૂલોને કારણે વારંવાર પાછા આવે છે પિમ્પલ્સ, તેને નહીં સુધારો તો થશે નુકસાન

Timeછેલ્લું અપડેટ : 17 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Skin Care Tips / આ 5 ભૂલોને કારણે વારંવાર પાછા આવે છે પિમ્પલ્સ, તેને નહીં સુધારો તો થશે નુકસાન
સોર્સ : GSTV

શું તમે ક્યારેય નોંધ્યું છે કે એક પિમ્પલ રૂઝાય કે તરત જ બીજું દેખાય છે? એવું લાગે છે કે પિમ્પલ ક્યારેય તમારો પીછો નથી છોડતા. ઘણા લોકો તેને અવગણે છે અને દોષ ત્વચાના પ્રકાર અને હોર્મેન્સને આપે છે, પરંતુ સત્ય એ છે કે તમારી કેટલીક રોજિંદી આદતો જ પિમ્પલ્સના પાછા આવવાનું મોટું કારણ જોઈ શકે છે.

App Store

તમારી કેટલીક રોજિંદી ભૂલો પણ પિમ્પલ્સ થવાનું કારણ હોઈ શકે છે. આ ભૂલો એટલી સામાન્ય છે કે તમે ઘણીવાર તેને અવગણો છો, અને તેથી જ પિમ્પલ્સ પાછા આવતા રહે છે. ચાલો જાણીએ કે પિમ્પલ્સને રોકવા માટે કઈ આદતો સુધારી શકાય છે.

ચહેરાને યોગ્ય રીતે સાફ ન કરવો

આ સૌથી મોટી અને સામાન્ય ભૂલ છે. ધૂળ, પ્રદૂષણ, પરસેવો અને દિવસભરનું તેલ ત્વચાના પોર્સમાં જમા થાય છે. જો આને દરરોજ યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો, આ ગંદકી અને બેક્ટેરિયા પિમ્પલ્સનું કારણ બની શકે છે.

તેથી, દરરોજ સવારે અને રાતના સૂતા પહેલા હળવા ફેસવોશથી તમારા ચહેરાને ધોઈ લો. જો તમે મેકઅપ કરો છો, તો રાતના સૂતા પહેલા તેને દૂર કરવાનું ભૂલશો નહીં. મેકઅપ દૂર કરવા માટે ડબલ ક્લિન્ઝિંગ વધુ અસરકારક છે.

મોઇશ્ચરાઈઝર ન લગાવવું

ઘણા લોકો માને છે કે જો તેમની ત્વચા ઓઈલી હોય અથવા પિમ્પલ્સ થયા હોય તો મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂર નથી. આ એક ખોટી માન્યતા છે. જ્યારે ત્વચા ડ્રાય હોય છે, ત્યારે સીબુમની ઉણપને ભરપાઈ કરવા માટે તેલ ગ્રંથીઓ વધુ સક્રિય બને છે. આ પોર્સને બંધ કરે છે અને પિમ્પલ્સનું કારણ બને છે.

તેથી, તમારી ત્વચાના પ્રકાર અનુસાર નોન-કોમેડોજેનિક અને 'ઓઈલ ફ્રી' મોઇશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલશો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખશે અને વધુ પડતા તેલનું ઉત્પાદન અટકાવશે.

પિમ્પલ્સને વારંવાર સ્પર્શ કરવ અથવા ફોડવ

પિમ્પલ્સ દેખાય કે તરત જ તેને ફોડવાની ઈચ્છા થાય છે, પરંતુ આ એક ખતરનાક આદત છે. આમ કરવાથી આસપાસની ત્વચામાં ઇન્ફેકશન ફેલાઈ શકે છે, બળતરા વધી શકે છે અને કાળા ડાઘ પણ રહી શકે છે.

તેથી, ક્યારેય પિમ્પલ્સને ફોડવા નહીં. તેના બદલે, સેલિસિલિક એસિડ અથવા બેન્ઝોયલ પેરોક્સાઇડ ધરાવતી ક્રીમ લગાવો. તમારા હાથને તમારા ચહેરાથી દૂર રાખો.

અયોગ્ય ડાયટ અને ડિહાઇડ્રેશન

તમારા ડાયટની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. વધુ પડતા તળેલા, મસાલેદાર, પ્રોસેસ્ડ અને ખાંડવાળા ખોરાક બળતરા પેદા કરી શકે છે, જે પિમ્પલ્સનું કારણ બને છે. વધુમાં, પૂરતું પાણી ન પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નથી નીકળતા.

તેથી, તમારા ડાયટમાં તાજા ફળો, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનો સમાવેશ કરો. દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવો. ચા અને કોફીનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

તણાવ અને ઊંઘનો અભાવ

તણાવ શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે, જે તેલ ગ્રંથીઓને વધુ સક્રિય કરીને પિમ્પલ્સનું કારણ બની શકે છે. તેવી જ રીતે, ઊંઘનો અભાવના કારણે શરીરની રિપેર સિસ્ટમ યોગ્ય રીતે કામ નથી કરી શક્તિ અને ત્વચાની સમસ્યાઓ વધારી શકે છે. તેથી, તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન અથવા કોઈ શોખ અપનાવો. આ સિવાય દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી મહત્ત્વપૂર્ણ છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.