Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : If you are also applying moisturizer to dry skin, be careful!

VIDEO: Beauty/ જો તમે પણ ડ્રાય સ્કીન પર મોઇશ્ચરાઇઝર લગાવતા હોવ તો ચેતી જજો!

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુંદર, ચમકતી અને યુવાન ત્વચા મેળવવી એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે આપણે મોંઘા ફેસ વૉશથી લઈને જાતજાતની ક્રીમ અને સીરમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ન્હાયા પછી કે મોં ધોયા પછી તમે તમારી ક્રીમ કે મોઇશ્ચરાઇઝર કઈ રીતે લગાવો છો, તે તમારા ચહેરાની ચમક નક્કી કરી શકે છે?

App Store

અવારનવાર આપણે ન્હાયા પછી ટુવાલથી આપણો ચહેરો પૂરેપૂરો સૂકવી લઈએ છીએ અને પછી મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ. જો તમે પણ આવું જ કરી રહ્યા છો, તો થોભી જાવ, કારણ કે તમારી આ નાની આદત તમારી ત્વચાને સમય પહેલાં ઘરડી બનાવી શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે.

સૂકા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવવું કેમ ખોટું છે?

મોઇશ્ચરાઇઝરનું મુખ્ય કામ તમારી ત્વચામાં ભેજ પેદા કરવાનું નથી, પરંતુ ભેજને 'લોક' કરવાનું એટલે કે તેને ઉડી જતો બચાવવાનું છે. જ્યારે તમે ટુવાલથી તમારો ચહેરો ઘસીને એકદમ સૂકવી લો છો, ત્યારે ત્વચાની ઉપરની સપાટી પર પાણીનું એક પણ ટીપું બચતું નથી. આવી સ્થિતિમાં જ્યારે તમે સૂકા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો છો, ત્યારે તેને લોક કરવા માટે કોઈ ભેજ મળતો નથી. પરિણામે, ક્રીમ ફક્ત તમારી સ્કીનની ઉપર એક પડ બનાવી દે છે અને અંદર સુધી પહોંચી શકતી નથી. આનાથી તમારી સ્કીન ડ્રાય અને બેજાન દેખાવા લાગે છે.

શું છે આની પાછળનું વિજ્ઞાન?

આજકાલ મોટાભાગના મોઇશ્ચરાઇઝરમાં ગ્લિસરીન કે હાયલ્યુરોનિક એસિડ જેવા તત્વો હોય છે. જેને 'હ્યુમેક્ટેન્ટ્સ' કહેવામાં આવે છે. આ તત્વોનું કામ સ્પોન્જની જેમ પાણીને સોષીને સ્કીનને પ્લમ્પ (ભરાવદાર) અને જુવાન રાખવાનું છે, પરંતુ જો તમે તેને બિલકુલ ડ્રાય સ્કીન પર લગાવો છો, તો સપાટી પર પાણી ન હોવાને કારણે આ તત્વો તમારી સ્કીનના ઊંડા પડમાંથી પાણી ખેંચવા લાગે છે. આનાથી તમારી ત્વચા અંદરથી વધુ ડીહાઇડ્રેટ થઈ જાય છે. લાંબા સમય સુધી આવું કરવાથી ચહેરા પર કરચલીઓ અને ફાઇન લાઇન્સ (ઝીણી રેખાઓ) જલ્દી આવવા લાગે છે, જેથી તમે તમારી ઉંમર કરતાં મોટી દેખાવા લાગો છો.

મોઇશ્ચરાઇઝર લગાવવાની સાચી રીત કઈ છે?

સ્કીન એક્સપર્ટ્સ હંમેશા 'ડેમ્પ સ્કીન' એટલે કે સહેજ ભીના ચહેરા પર જ મોઇશ્ચરાઇઝર લગાવવાની સલાહ આપે છે. તેને '૩-મિનિટ રૂલ' પણ કહેવામાં આવે છે.

ચહેરો ઘસો નહીં: ન્હાયા પછી કે મોં ધોયા પછી ચહેરાને ટુવાલથી ઘસીને ન લૂછો. બસ, હળવા હાથે થપથપાવો.

સહેજ ભીનો રાખો: તમારા ચહેરા પર હળવો ભેજ હોવો જોઈએ. સ્કીન પરથી પાણી ટપકવું ન જોઈએ, બસ અડવાથી તે સહેજ ભીની લાગવી જોઈએ.

તરત જ ક્રીમ લગાવો: મોં ધોયાની ૨ થી ૩ મિનિટની અંદર જ મોઇશ્ચરાઇઝર લગાવી લો.

ભેજને કરો લોક: સહેજ ભીના ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવવાથી ક્રીમ તે પાણીને સોષી લે છે અને ભેજને સ્કીનની અંદર લોક કરી દે છે.

ધ્યાનમાં રાખો:

જો તમે આજથી જ સૂકા ચહેરાને બદલે સહેજ ભીના ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું શરૂ કરી દેશો, તો થોડા જ દિવસોમાં તમને તમારી સ્કીનમાં એક જાદુઈ બદલાવ જોવા મળશે. તમારી ત્વચા વધુ ગ્લોઇંગ, હાઇડ્રેટેડ અને જુવાન દેખાવા લાગશે.