Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : How to buy perfect face wash for daily routine

Beauty Tips / ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ, તો ફેસવોશ ખરીદતી વખતે ધ્યાન રાખો આ બાબતો

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ, તો ફેસવોશ ખરીદતી વખતે ધ્યાન રાખો આ બાબતો

કોણ નથી ઈચ્છતું કે તેની ત્વચા હંમેશા ચમકતી રહે? ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે, મોટાભાગના લોકો મોંઘી સ્કિન કેર ટ્રીટમેન્ટ કરાવવા માટે પાર્લરમાં જાય છે. જેમની પાસે પાર્લરમાં જવાનો સમય નથી, તેઓ ઘરેલું ઉપાય અજમાવે છે.

App Store

આ પણ વાંચો: દરરોજ રાત્રે આ તેલથી તમારા ચહેરા પર કરો મસાજ, ત્વચા યુવાન રહેશે અને કરચલીઓ પણ થશે ઓછી

ચહેરાને ચમકદાર બનાવવામાં ફેસવોશ પણ મોટી ભૂમિકા ભજવે છે. જો ચહેરા પર યોગ્ય ફેસવોશનો ઉપયોગ કરવામાં આવે તો તે ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ, ઘણીવાર લોકો ફેસવોશ ખરીદતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે ચહેરો ચમકવાને બદલે ખરાબ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ફેસવોશ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો વિશે જણાવીશું.

તમારી ત્વચાના પ્રકાર પર ધ્યાન આપો

જો તમારી સ્કિન ઓઈલી હોય, તો સેલિસિલિક એસિડ, ટી ટ્રી ઓઈલ અથવા ચારકોલ ધરાવતો ફેસવોશ પસંદ કરો, જે વધારાનું તેલ અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ હાઇડ્રેટિંગ ફેસવોશ પસંદ કરવો જોઈએ જેમાં એલોવેરા, ગ્લિસરીન અથવા હાયલ્યુરોનિક એસિડ હોય. સેન્સેટીવ સ્કિન એવું ફેસવોશ પસંદ કરો જે ફ્રેગરેંસ ફ્રી હોય અને તેમાં એલોવેરા અથવા કેલેંડુલા જેવા હળવા ઘટકો હોય.

તત્વો પર ધ્યાન આપો

ફેસવોશનો ઉપયોગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેમાં એલોવેરા, વિટામિન સી, ગ્રીન ટી, ગ્લિસરીન, સેલિસિલિક એસિડ અથવા નિયાસીનામાઇડ જેવા ઘટકો હોવા જોઈએ. સલ્ફેટ, પેરાબેન્સ, હાર્શ કેમિકલ્સ અને આર્ટીફીશીયલ ફ્રેગરેંસ જેવા ઘટકો ધરાવતા ફેસવોશનો ક્યારેય ઉપયોગ ન કરો.

ચહેરાની સમસ્યાઓને પ્રાથમિકતા આપો

જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા હોય તો સેલિસિલિક એસિડ અથવા બેન્ઝોયલ પેરોક્સાઈડ ધરાવતા ફેસવોશનો ઉપયોગ કરો. જે લોકો ડાર્ક સ્પોટથી પીડાય છે તેમણે વિટામિન સી ધરાવતો ફેસવોશ પસંદ કરવો જોઈએ. જો તમારા ચહેરા પર ટેનિંગ થઈ ગયું હોય, તો મુલતાની માટી, પપૈયા અથવા ચારકોલવાળા ફેસવોશનો ઉપયોગ કરો. જો ચહેરો ખૂબ જ ડ્રાય હોય તો હાયલ્યુરોનિક એસિડ અને વિટામિન ઈ ધરાવતા ફેસવોશનો ઉપયોગ કરો.

પ્રકારનું ધ્યાન રાખો

જેલ-આધારિત ફેસવોશ ઓઈલી અને કોમ્બિનેશન સ્કિન માટે સારું છે. ક્રીમ આધારિત ફેસવોશ ડ્રાય અને સેન્સેટીવ સ્કિન માટે યોગ્ય છે. બીજી બાજુ, ફોમ-આધારિત ફેસવોશ ઓઈલી સ્કિન માટે યોગ્ય છે કારણ કે તે વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે.

યોગ્ય બ્રાન્ડ પસંદ કરો

ફેસવોશ ખરીદતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તેની બ્રાન્ડ વિશ્વસનીય હોવી જોઈએ. જો તમે બ્રાન્ડ્સથી અજાણ છો, તો ખાતરી કરો કે ઉત્પાદન ખરીદતા પહેલા તે ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ હોય.