Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Hair will become silky and thick just use coconut milk twice a week

Hair Care / શુષ્ક વાળ પણ બનશે રેશમી અને જાડા, અઠવાડિયામાં બે વાર કરો કોકોનટ મિલ્કનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Hair Care / શુષ્ક વાળ પણ બનશે રેશમી અને જાડા, અઠવાડિયામાં બે વાર કરો કોકોનટ મિલ્કનો ઉપયોગ
સોર્સ : GSTV

આપણે બધા સુંદર, જાડા અને મજબૂત વાળ ઈચ્છીએ છીએ, પરંતુ તણાવ, પ્રદૂષણ, કેમિકલવાળ પ્રોડક્ટ્સ અને અસંતુલિત આહારને કારણે વાળ ખરવા, ડ્રાય અને ડેમેજ થવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

App Store

આવી સ્થિતિમાં, કુદરતી ઉપાયોને સૌથી સલામત અને અસરકારક માનવામાં આવે છે. નારિયેળનું દૂધ (Coconut Milk) એક એવો ઉપાય છે, જે વાળને મૂળમાંથી પોષણ આપે છે અને તેને લાંબા અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

નારિયેળનું દૂધ પ્રોટીન, વિટામિન C, E, B1, B3, B5 અને B6 સાથે આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા મિનરલ્સથી ભરપૂર છે. તેમાં હાજર ફેટી એસિડ અને એન્ટી-ઓકિસડન્ટ વાળના મૂળને મજબૂત બનાવે છે, સ્કેલ્પને હાઇડ્રેટ કરે છે અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ ઘટાડે છે. તે કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

નારિયેળના દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો?

હેર ગ્રોથ ટોનિક તરીકે

તાજું નારિયેળનું દૂધ લઈને સીધું સ્કેલ્પ પર લગાવો અને તેને 30-40 મિનિટ માટે રહેવા દો. આ વાળના મૂળને પોષણ આપશે અને વાળ ખરતા ઘટાડશે.

હેર માસ્ક તરીકે

હેર માસ્ક બનાવવા માટે નારિયેળના દૂધને મધ અને એલોવેરા જેલ સાથે મિક્સ કરો. આ માસ્ક ડેમેજ થયેલા વાળને રિપેર કરવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે.

ઓઈલ ટ્રીટમેન્ટ

નારિયેળના દૂધમાં નારિયેળ તેલ અથવા બદામનું તેલ મિક્સ કરો, તેને થોડું ગરમ ​​કરો અને તેનાથી સ્કેલ્પ પર મસાજ કરો. આ બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે.

ડેન્ડ્રફ માટે

નારિયેળના દૂધમાં લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે અને ખંજવાળથી રાહત મળે છે.

નેચરલ કન્ડિશનર તરીકે

શેમ્પૂ કર્યા પછી વાળમાં નારિયેળના દૂધનું હળવું લેયર લગાવો, તેને 10 મિનિટ માટે રહેવા દો અને પછી ધોઈ લો. આનાથી વાળ સ્મૂધ અને સિલ્કી બને છે.

વાળને જાડા કરવા માટે

મેથીના બીજની પેસ્ટમાં નારિયેળનું દૂધ મિક્સ કરીને લગાવો. આ વાળને મૂળમાંથી પોષણ આપે છે, જેનાથી તે જાડા અને મજબૂત બને છે.

સ્પ્લિટ એન્ડ્સ માટે

નારિયેળના દૂધમાં પાકેલા કેળાની પેસ્ટ મિક્સ કરીને હેર પેક બનાવો. આ સ્પ્લિટ એન્ડ્સને સુધારવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નારિયેળનું દૂધ હેર ગ્રોથ, મજબૂતાઈ અને સ્વાસ્થ્ય માટે એક કુદરતી ટોનિક છે. જો અઠવાડિયામાં 1-2 વાર તેનો ઉપયોગ કરવામાં આવે તો, તે કેમિકલ ટ્રીટમેન્ટ અને મોંઘા હેર પ્રોડક્ટ્સની જરૂરિયાત ઘટાડે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.