Beauty Tips / ગ્લોઈંગ સ્કિન મેળવવા ફાયદાકારક હોઈ શકે છે બરફનો ઉપયોગ, પરંતુ ભૂલથી પણ ન કરો આ ભૂલો

આપણે બધા કુદરતી રીતે સુંદર અને ચમકદાર દેખાવા માંગીએ છીએ, પરંતુ આ માટે બજારમાંથી મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા કદાચ બધાની પહોંચમાં નથી. જો તમારી સાથે પણ આવું જ થાય છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફ્રીઝરમાં રાખેલો બરફ પણ તમારી ત્વચાને યુથફૂલ, ગ્લોઈંગ અને ફ્રેશ બનાવી શકે છે. જ્યારે ચહેરા પર બરફનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ત્વચા વધુ ગ્લોઈંગ દેખાય છે.
આટલું જ નહીં, તે ચહેરાના થાક અને સોજાને સરળતાથી દૂર કરે છે. ત્વચાને ઠંડક આપવાની સાથે, તે તેને કડક બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે ત્વચા પર બરફનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ માટે તે મહત્ત્વપૂર્ણ છે કે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ઘણીવાર તેને ત્વચા પર લગાવતી વખતે, કેટલીક ભૂલો કરવામાં આવે, જેના કારણે ત્વચાને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. તો, આજે અમે તમને આવી જ કેટલીક ભૂલો વિશે જણાવી રહ્યા છે, જે તમારે ટાળવી જોઈએ.
સેન્સેટીવ ત્વચા પર પેચ ટેસ્ટ ન કરવું
ભલે બરફ સ્કિન કેર માટે એક કુદરતી ઉપાય છે, તેનો અર્થ એ નથી કે તમારે તેની પેચ ટેસ્ટ ન કરવું જોઈએ. ખાસ કરીને, જો તમારી ત્વચા સેન્સેટીવ હોય, તો તે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ક્યારેક સેન્સેટીવ ત્વચા પર બરફ બળતરા, ખંજવાળ અથવા એલર્જીનું કારણ બની શકે છે. આને કારણે, ત્વચા પર લાલાશ અને ફ્લેકી ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે. પહેલા તેને તમારા હાથની પાછળ અથવા કાનની નજીકના નાના વિસ્તારમાં પેચ ટેસ્ટ કરો.
દરરોજ બરફનો ઉપયોગ કરવો
બરફ ત્વચા માટે સારો માનવામાં આવે છે, પરંતુ જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક સ્ત્રીઓ દરરોજ રાત્રે સૂતા પહેલા અને સવારે પણ બરફને સ્કિન કેર રૂટીનનો ભાગ બનાવે છે. જોકે, આમ કરવાથી તમારી ત્વચાનું કુદરતી તેલ ઓછું થઈ શકે છે, જે ત્વચામાં શુષ્કતા, ખંજવાળ અથવા ફ્લેકીનેસનું કારણ બની શકે છે. જો આ સતત કરવામાં આવે તો ત્વચા ગ્લો કરવાને બદલે ડલ દેખાવા લાગે છે. તેથી, અઠવાડિયામાં ફક્ત 2-3 વાર બરફથી ત્વચાની મસાજ કરો.
ગંદા પાણીને ફ્રિઝ કરવું
ઘણીવાર બરફ ફ્રિઝ કરતી વખતે, પાણીની ગુણવત્તાનું ધ્યાન નથી રાખવામાં આવતું. ઘણી વખત નળના પાણીને જ ફ્રિઝ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના પાણીમાં બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે આ બરફ ચહેરા પર લગાવવામાં આવે છે, ત્યારે તે જ બેક્ટેરિયા ત્વચામાં ટ્રાન્સફર થાય છે. જે ફક્ત બ્રેકઆઉટની સમસ્યાનું કારણ નથી બનતા, પરંતુ સ્કિન ઇન્ફેકશન અને એલર્જીનું જોખમ પણ વધારે છે. તમારે ફિલ્ટર કરેલા પાણીને ફ્રિઝ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ફિલ્ટર ન હોય, તો પાણીને ઉકાળો અને ઠંડુ કરો અને પછી તેને ફ્રિઝ કરો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

