Skin Care / શિયાળામાં સવારે ઉઠીને કરો આ કામ ક્યારેય ડ્રાય નહીં થાય ત્વચા, હંમેશા રહેશે ચમકતી

શિયાળાની ઋતુમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચા પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. તમારી જીવનશૈલીમાં સુધારો કરીને તમે તમારા ચહેરાનું મોઇશ્ચર અને ચમક પાછી મેળવી શકો છો. જો તમે સવારે ઉઠ્યા પછી આ ટિપ્સ ફોલો કરશો, તો તે તમારી ડલ ત્વચામાં ચમક પાછી લાવશે.
આ પણ વાંચો: Beauty Tips / બચેલા ભાતની મદદથી મેળવો ગ્લોઈંગ સ્કિન, જાણો તેનો ઉપયોગ કરવાની રીત
પાણીથી મોં ધોઈ નાખો
તમારી ત્વચાનો પ્રકાર ગમે તે હોય, સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઈએ. આનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે જે ત્વચાની ડ્રાયનેસ ઘટાડે છે અને ત્વચામાં ચમક લાવવામાં અસરકારક છે.
નાળિયેર તેલથી મસાજ કરો
ચહેરો ધોયા પછી તરત જ નાળિયેર તેલ લગાવો જેથી તમારી ત્વચા ડ્રાય ન થાય. આ તેલમાં ઘણા એવા ગુણો જોવા મળે છે જે ત્વચાનું મોઇશ્ચર જાળવી રાખે છે. હળવા હાથે ચહેરા પર મસાજ કરો. સ્કિન કેર રૂટીનમાં તેને સામેલ કરો.
હુંફાળું પાણી પીવો
સવારે ઉઠ્યા પછી ચા કે કોફી પીવાને બદલે હુંફાળું પાણી પીવો. હૂંફાળું પાણી પીવાથી માત્ર વજન જ ઓછું નથી થતું, પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. સવારે પાણી પીવાથી શરીર ડિટોક્સિફાઇ થાય છે. તે શરીરમાં રહેલી અશુદ્ધિઓને સાફ કરે છે અને તેની સકારાત્મક અસર ત્વચા પર દેખાય છે.
મોઇશ્ચરાઇઝર લગાવો
ચમકતી અને હાઇડ્રેટેડ ત્વચા માટે મોઇશ્ચરાઇઝિંગ એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટેપ છે. તેના નિયમિત ઉપયોગથી, ફ્લોલેસ અને ચમકતી ત્વચા મેળવવી સરળ છે. તમારા રોજિંદા જીવનમાં વિટામિન ઈ ધરાવતું મોઇશ્ચરાઇઝર શામેલ કરવાનો પ્રયાસ કરો. આ ત્વચાને કોમળ બનાવવામાં મદદ કરે છે. એસેન્શિયલ ઓઈલ અથવા ક્રીમ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાંથી પણ ત્વચાને મોઇશ્ચર આપે છે, જેમાં પ્રોટીન, આખા અનાજ, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.
ચહેરાની કસરતો કરો
ચહેરાની કસરત પણ તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આમ કરવાથી ચહેરો ખેંચાય છે જે ત્વચાની ઈલાસ્ટીસીટી જાળવી રાખે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

