Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Sahiyar : સૌંદર્ય સમસ્યા 

Timeછેલ્લું અપડેટ : 28 May 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : સૌંદર્ય સમસ્યા 

- મારે એ જાણવું છે કે સવારે મેકઅપ કર્યા બાદ બપોર સુધી મેકઅપને કઇ રીતે રિફ્રેશ કરવો જોઇએ?

App Store

હું ૨૪ વરસની યુવતી છું. મને વાળની કાળજી લેવાના સામાન્ય ઉપાય જણાવશો.

એક યુવતી (મુંબઇ)

* વાળને કાળા અને ચમકદાર બનાવવા બે  ચમચા ત્રિફળા પાવડર લઇ માટીના વાસણમાં રાતે પલાળી રાખવું સવારે ગાળીને એ પાણીથી વાળ ધોવાથી વાળ કાળા,ભરાવદાર અને મુલાયમ બનશે.

વાળ રૂક્ષ હોય તો મોઇશ્ચરાઇઝરયુક્ત શેમ્પુનો ઉપયોગ કરવો.હુંફાળા તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. રૂક્ષ વાળને ડ્રાયરથી સુકવવાની બદલે કુદરતી જ સુકાવા દેવા.

અઠવાડિયામાં બે વખત વાળને શેમ્પૂ કરવું.શેમ્પૂ કર્યા પહેલા હુંફાળા તેલથી વાળને માલિશ કરવું.એક ઇંડામાં થોડા ટીપાં ગ્લિસરિન અને સરકાના થોડા ટીપાં નાખી મિશ્રણ તૈયાર કરવું.આ મિશ્રણ વાળમાં લગાડી વાળને ટર્બન થેરપી ૨૦ મિનિટ સુધી આપવાથી વાળ ચમકીલા બને છે.

હું ૧૯ વરસની યુવતી છું. ઇમિટેશન વીંટી પહેરવાથી મારી આંગળીની ત્વચા લીલા રંગની થઇ જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

મને એ જાણવું છે કે મેકઅપ કરતી વખતે કંસિલર પહેલા લગાડવું જોઇએ કે ફાઉન્ડેશન ?

એક યુવતી (અમદાવાદ)

* નકલી ધાતુની વીટી પહેરતા પહેલા આંગળી પર હેન્ડક્રિમ લગાડવું. જેથી ધાતુ અને ત્વચા વચ્ચે સીધો સંપર્ક ન થાય.

મેકઅપ ત્યારે જ કુદરતી લાગે છે જ્યારે કંસિલરને થોડા ફાઉન્ડેશનમાં ભેળવીને લગાવાય.

હું ૨૧ વરસની યુવતી છું.  મારે એ જાણવું છે કે સવારે મેકઅપ કર્યા બાદ બપોર સુધી મેકઅપને કઇ રીતે રિફ્રેશ કરવો જોઇએ? 

એક યુવતી (ભાવનગર)

* મેકઅપને હંમેશા ચહેરા પર મિનરલ વોટર અથવા ટોનરથી સ્પ્રે કર્યા બાદ જ ટચઅપ કરવું.ટિશ્યૂ પેપર ચહેરા પર હળવેથી દબાવવાથી ચહેરા પર તાજગી આવશે.  આ પછી ચહેરા પર કંસિલર બ્રશ વગેરે જે લગાવવું હોય તે લગાડી શકો છો.

હું ૨૨ વરસની યુવતી છું. મને ત્વચા ક્લિન કરવા માટેનો ઘરગથ્થુ સ્ક્રબ જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

* સામાન્ય રૂક્ષ ત્વચા માટે બે નાના ચમચા ચણાના લોટમાં લીંબુનો રસ,અડધો નાનો ચમચો તલનું તેલ અને મિલ્ક પાવડર ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરા પણ પાણીના છાંટા છાંટી ધીરે ધીરે રગડી સ્ક્રબ કરવું અને ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાડવું.

તૈલીય અને સામાન્ય ત્વચા માટે એક ચમચો ચણાનો લોટ,લીંબુનો રસ,એક નાનો ચમચો ચોખાનો લોટ અને બે નાના ચમચા દહીં ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરાને ભીનો કરી ધીરે-ધીરે રગડીને સ્ક્રબ કરવું અને ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર લગાડવું.

- જયવિકા આશર