Skin care: કોણી, ઘૂંટણ અને ગરદન પરની કાળાશ દૂર કરવા લગાવો આ વસ્તુ, ત્વચા થઈ જશે સુંદર

સામાન્ય રીતે મોટાભાગનાં લોકો ચહેરાનું ધ્યાન વધારે રાખતા હોય છે. ચહેરાની કાળજી લેવામાં લોકો કોણી, ઘૂંટણ અને ગરદન પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ કારણે કોણી, ઘૂંટણ અને ગરદન પરની સ્કિન કાળી થઇ જાય છે. કાળી સ્કિન તમને અનેકવાર શરમમાં મૂકે છે. આમ તમે પણ સ્કિન પરની કાળાશ સરળતાથી દૂર કરવા ઇચ્છો છો તો આ ઘરેલુ ઉપાયો અનેક રીતે અસરકારક છે. તો જાણો આ ઉપાયો વિશે.
આ ઘરેલુ નુસખા અસરકારક છે
કોણી, ગરદન અને ઢીંચણ પરની કાળાશ દૂર કરવા માટે કોફી અને દહીં અનેક રીતે ગુણકારી છે. આ માટે બે ચમચી કોફી લો અને એમાં જરૂર મુજબ દહીં મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટ કાળાશ વાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાણીથી ક્લિન કરી દો. આ પેસ્ટ તમે અઠવાડિયામાં બે વાર એપ્લાય કરી શકો છો. આ પેસ્ટથી સ્કિન મસ્ત થઇ જશે. સારા અને જલદી પરિણામ માટે તમે અઠવાડિયામાં 3થી 4 વાર આ પેસ્ટ લગાવી શકો છો.
હળદર અને લીંબુનો ઉપયોગ કરીને તમે કોણીની કાળાશને સરળતાથી દૂર કરી શકો છો. હળદર અને લીંબુનાં રસની આ પેસ્ટ સ્કિન પર ચમક લાવવાનું કામ કરે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે. જ્યારે લીંબુનો રસ ડેડ સ્કિન દૂર કરવાનું કામ કરે છે. આ માટે એક ચમચી હળદર લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટ કોણી પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. પછી બે મિનિટ સુધી મસાજ કરો. આ પેસ્ટનો ઉપયોગ તમે નિયમિત કરશો તો કોણીની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.
બેથી ત્રણ ચમચી લીંબુનો રસ લો. ત્યારબાદ મધ અને મીઠું મિક્સ કરો. હવે આ પેસ્ટને કોણી, ગરદન અને ઢીંચણની કાળાશ પર લગાવો. ત્યારબાદ 15 મિનિટ પછી પાણીથી ક્લિન કરી દો. આમ, આ પેસ્ટથી કોણી પરની કાળાશ સરળતાથી દૂર થઇ જશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

