Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Apply these things with Vitamin E capsules for soft skin

શિયાળામાં પણ તમારો ચહેરો રહેશે સોફ્ટ, વિટામીન ઈ કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને લગાવો આ વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
શિયાળામાં પણ તમારો ચહેરો રહેશે સોફ્ટ, વિટામીન ઈ કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને લગાવો આ વસ્તુઓ

શિયાળા દરમિયાન લગભગ દરેક વ્યક્તિ સ્કિન ડ્રાય થઈ જવાની ફરિયાદ કરે છે. જ્યારે સ્કિન ડ્રાય થવા લાગે છે ત્યારે ચહેરો ખૂબ જ ડલ દેખાવા લાગે છે. કેટલાક લોકોને દરેક ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યા હોય છે, આવી સ્થિતિમાં સ્કિન અકાળે વૃદ્ધ દેખાઈ શકે છે. વિટામિન ઈ તમારી સ્કિનમાં નવું જીવન લાવવાનું કામ કરે છે. તેથી, સ્કિનને સ્વસ્થ રાખવા માટે, વિટામિન ઈ ધરાવતી વસ્તુનો તમારા ડાયટમાં સમાવેશ કરવો જરૂરી છે, આ ઉપરાંત, કેટલીક એવી વસ્તુઓ છે જે વિટામિન ઈ કેપ્સ્યુલ્સમાં મિક્સકરીને લગાવવામાં આવે તો તે સ્કિનની ડ્રાયનેસ દૂર કરવામાં અને તેણે સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.

App Store

આ પણ વાંચો: શિયાળામાં ચહેરાની ચમક વધારવા માંગતા હોવ, તો ટ્રાય કરો આ 2 હોમમેડ વિંટર કેર ફેસ માસ્ક

વિટામિન ઈ સ્કિનને સ્વસ્થ બનાવે છે, કારણ કે તે એક એવું એન્ટી-ઓકિસડન્ટ છે જે સ્કિન સેલ્સને નુકસાનથી બચાવે છે અને ડેમેજ સ્કિનને સુધારવાનું કામ કરે છે. જો વિટામિન ઈ કેપ્સ્યુલ્સમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવવામાં આવે તો વધુ સારા પરિણામ મળે છે.

વિટામીન ઈથી સોફ્ટ થશે ત્વચા

એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. જો તેની સાથે વિટામિન ઈ કેપ્સ્યુલ મિક્સ કરવામાં આવે તો સ્કિન પર અદ્ભુત અસર જોવા મળે છે. આ બે વસ્તુઓને અઠવાડિયામાં ત્રણ વખત લગાવવાથી સારું પરિણામ મળે છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો ચહેરા પર એલોવેરા જેલ અને વિટામીન ઈ કેપ્સ્યુલનું મિશ્રણ લગાવો.

આ કોમ્બિનેશન પણ અદ્ભુત છે

શિયાળામાં ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવા માટે ગ્લિસરીનને વિટામીન ઈ કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ. આ બંને વસ્તુઓને એકસાથે મિક્સ કરીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે અને ચહેરા સિવાય તેને મોઇશ્ચરાઇઝરમાં મિક્સ કરીને રોજ હાથ અને પગ પર પણ લગાવી શકાય છે. તેનાથી સ્કિન સોફ્ટ તેમજ ગ્લોઈંગ બનશે.

નારિયેળ તેલમાં વિટામીન ઈ કેપ્સ્યુલ મિક્સ કરો

ડ્રાય સ્કિનથી રાહત મેળવવા માટે, વિટામિન ઈ કેપ્સ્યુલને નારિયેળ તેલમાં મિક્સ કરો. આ સ્કિનમાં મોઇશ્ચર લોક કરે છે અને સ્કિન લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝ્ડ લાગે છે. તમે તેમાં લીંબુના રસમાં બેથી ત્રણ ટીપાં ઉમેરીને પણ લગાવી શકો છો, જે સ્કિનમાં કોલેજન વધારવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે.