મણિપુરમાં 1 વર્ષ બાદ આવશે રાષ્ટ્રપતિ શાસનનો અંત, યુમનામ ખેમચંદ બનશે આગામી મુખ્યમંત્રી

સોર્સ : GOOGLE
દિલ્હીમાં મણિપુર વિધાનસભા પક્ષની બેઠકમાં ભાજપ નેતા યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. યુમનામ ખેમચંદ સિંહ મેઇતેઈ સમુદાયના છે અને સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.
દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પરિણામે, તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. મણિપુરના ભાજપના ધારાસભ્યોની બેઠક આજે સાંજે લગભગ 5 વાગ્યે ભાજપ મુખ્યાલયમાં યોજાઈ હતી. મણિપુરમાં લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને મુખ્યમંત્રી પદ ખાલી છે.

