VIDEO: ઝારખંડ વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવા પુષ્પા લુકમાં પહોંચ્યા મહારાષ્ટ્રના યુવાન
સોર્સ : gstv
ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો આપવા મહારાષ્ટ્રના વર્ધાથી અલ્લુ અર્જુનના પ્રશંસક અજય મોહિતે અનોખાઅંદાજમાં ઝારખંડ પહોંચ્યા છે. 'પુષ્પા' ફિલ્મનો લુક ધારણ કરીને વિધાનસભા માર્ચમાં જોડાયેલા અજય મોહિતે જણાવ્યું હતું કે, સરકારી ભરતીમાં થઈ રહેલા અન્યાયથી ગરીબ વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે અને માત્ર પૈસાવાળાઓની જ નોકરી લાગે છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને તેમને ન્યાય અપાવવા માટે તેઓ ખાસ મહારાષ્ટ્રથી ઝારખંડ આવ્યા છે અને વિદ્યાર્થીઓના આ ઉગ્ર આંદોલનને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

