VIDEO: "તમારી વિદાય નક્કી છે...": ભાજપ અધ્યક્ષના નિવેદન પર કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીનો જડબાતોડ પલટવાર!
નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રેણુકા ચૌધરીએ આકરો પલટવાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે દેશની જનતા હવે વર્તમાન સરકારની નીતિઓથી કંટાળી ગઈ છે અને સરકારની વિદાયના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતા રેણુકા ચૌધરીએ જણાવ્યું કે, "દેશની140 કરોડ જનતા એટલા માટે ખુશ છે કારણ કે તેઓ જાણે છે કે તમારી સરકાર હવે જઈ રહી છે. સમસ્યા તમારા પક્ષની અંદર છે, આ તમારા પક્ષનો આંતરિક મામલો છે. તમે દેશના બાળકો સાથે, ભવિષ્ય સાથે અને જનતા સાથે શું કરી રહ્યા છો તે જુઓ. દેશમાં મતની ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે અને રાહુલ ગાંધીએ આ તમામ બાબતો પુરાવા સાથે દેશ સામે રજૂ કરી છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમારી સરકારની સત્તામાંથી વિદાય થઈ રહી છે, આ તેનો સ્પષ્ટ સંકેત છે. તમે ૧૪૦ કરોડ લોકોની વાત કરો છો? એ તમામ લોકો એટલા માટે આશ્વસ્ત છે કારણ કે તેઓ જાણે છે કે અમે તેમના અધિકારો અને દેશના બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ."

