Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "You can't hide for long..." Khadge took direct aim at this big leader! Find out on which issue heated politics!

VIDEO: "તમે બહુ દિવસ છુપાઈ નહીં શકો..." ખડગેએ આ મોટા નેતા પર સાધ્યું સીધું નિશાન! જાણો કયા મુદ્દે ગરમાયું રાજકારણ!

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દેશભરમાંથી આવેલા હજારો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે સંસદ તરફ માર્ચ કરી હતી અને તેઓ સરકાર સાથે સંવાદ સાધવા માંગતા હતા, પરંતુ બદલામાં તંત્ર દ્વારા તેમના પર લાઠીચાર્જ, ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

App Store

રાજ્ય સભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સંભાળવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. ઇન્ટરનેટ અને રેલવે સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા. ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને અનેક બાળકોની આંખોમાં છર્રા (પેલેટ) વાગ્યા છે, જે અત્યંત શરમજનક ઘટના છે. 

ગૃહમંત્રી પાસે રાજીનામાની માંગ: આ સમગ્ર ઘટના માટે ગૃહમંત્રીને જવાબદાર ઠેરવતા ખડગેએ જણાવ્યું કે, "બંધ રૂમમાં તમે મારી વાત સાંભળી રહ્યા હશો, પણ તમે બહુ દિવસ છુપાઈ નહીં શકો. એક દિવસ અમે જનતા સામે સત્ય લાવીશું." તેમણે ઉમેર્યું કે 20જુલાઈની ઘટના બાદ સરકારે સફાઈ આપવી જોઈતી હતી. ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા વડાપ્રધાને તેમને બરખાસ્ત કરવા જોઈએ.

ખડગેએ વધુમાં દાવો કર્યો કે મહિનાઓથી રસ્તા પર ઉતરેલા યુવાનોની તાકાત અને કટોકટી જોઈને પોતાની ખુરશી બચાવવા માટે વડાપ્રધાને ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા પડ્યા. જ્યારે રાહુલ ગાંધી તેમના આવાસ બહાર પહોંચ્યા ત્યારે જઈને તેમને ગંભીરતા સમજાઈ. ગૃહમંત્રી અને વડાપ્રધાનની મૌનતા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે નાની-નાની વાતો પર બોલનારા ગૃહમંત્રી દિલ્હીમાં સર્જાયેલી આટલી મોટી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મૌન કેમ છે?

ગૃહમાં હંગામો અને જે.પી. નડ્ડાનો વિરોધ

ખડગેના આકરા પ્રહારો બાદ ટ્રેઝરી બેન્ચ (સત્તાપક્ષ)ના સભ્યોએ ભારે હંગામો શરૂ કર્યો હતો. સદનના નેતા જે.પી. નડ્ડાએ ખડગેના ભાષણમાં અસંસદીય શબ્દોના ઉપયોગનો દાવો કરીને ચેરમેન પાસે તેને રેકોર્ડમાંથી હટાવવાની (Expunge) માંગ કરી હતી. તેના જવાબમાં ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ અસંસદીય શબ્દ વાપર્યો નથી અને ‘અમે’ નો અર્થ ‘દેશની જનતા’ થાય છે.