Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Yogi Cabinet expansion in UP: New ministers to take oath today at 3 pm

VIDEO: UPમાં યોગી કેબિનેટનું વિસ્તરણ: આજે બપોરે 3 વાગ્યે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, જેને લઈને લખનૌમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી અને આજે એટલે કે 10 મેના રોજ બપોરે 3:00 વાગ્યે લખનૌના લોકભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મંત્રીમંડળમાં ખાલી પડેલી 6 બેઠકો ભરવા માટે કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે અને કૃષ્ણા પાસવાન જેવા નામોની ચર્ચા છે. આ વિસ્તરણ દ્વારા ભાજપ આગામી ચૂંટણી પહેલા રાજ્યના સામાજિક અને સંગઠનાત્મક સમીકરણોને સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી બાદ બદલાયેલા રાજકીય વાતાવરણમાં સત્તાધારી પક્ષ સરકાર અને સંગઠન વચ્ચે નવો સંતુલન સ્થાપિત કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યો છે, જેમાં કેટલાક હાલના મંત્રીઓના વિભાગોમાં પણ ફેરબદલ થવાની શક્યતા સેવાઈ રહી છે.

App Store