VIDEO : જોધપુરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ વિફરી, ટાંકી ઉપર ચડીને કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સોર્સ : GSTV
જોધપુરના પાબુપુરા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.પ્રદર્શનકારીઓએ જળ વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે નિયમિત પાણીના બિલ ભરવા છતાં પુરવઠો અનિયમિત છે, જ્યારે નજીકની વસાહતોમાં પૂરતું પાણી મળે છે. પાણી માપવા માટે કોઈ ફંક્શનલ મીટર ન હોવાથી અને પાણી માટે મોંઘા ટેન્કરો ખરીદવા પડતા હોવાથી ગ્રામીણો પર આર્થિક બોજ વધી રહ્યો છે. મહિલાઓએ માગ કરી હતી કે તંત્ર ભેદભાવ દૂર કરી તાત્કાલિક ધોરણે સમયસર અને પૂરતું પાણી પૂરું પાડે. આ આંદોલન દ્વારા જળ વિભાગને તેમની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કડક ચેતવણી આપવામાં આવી હતી.

