Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Woman's body parts found in sleeper coach of Gomtinagar Express

VIDEO: લખનૌમાં સનસનાટીભર્યો હત્યાકાંડ; ગોમતીનગર એક્સપ્રેસના સ્લીપર કોચમાંથી મળ્યા મહિલાના શરીરના ટુકડા

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 17 મે 2026ના રોજ ગોમતીનગર એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાંથી એક મહિલાના શરીરના ટુકડા મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ટ્રેનની નિયમિત સફાઈ દરમિયાન એસ-1 કોચમાં બિનવારસી હાલતમાં પડેલા એક બોક્સ અને બેગમાંથી મહિલાનો ધડ તેમજ હાથ-પગનો ભાગ મળી આવ્યો હતો. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લખનૌ રેલવેના પોલીસ અધિક્ષક રોહિત મિશ્રાએ જણાવ્યું કે, મહિલાનું માથું ગાયબ હોવાથી હાલ તેની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.

App Store

જીઆરપી મીડિયા ગ્રુપના સોર્સ અનુસાર, ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને મૃતક મહિલાની ઓળખ કરવા માટે ટ્રેનના રૂટ પર આવતા તમામ સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડના રહસ્યને ઉકેલવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ત્રણ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.