Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : With whom did Rahul Gandhi compare these 6 names in Parliament?

'દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, શકુની...', સંસદમાં રાહુલ ગાંધીએ આ 6 નામોની કોની સાથે કરી સરખામણી?

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2024
લાઇવ ટીવીGoogle News
'દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, શકુની...', સંસદમાં રાહુલ ગાંધીએ આ 6 નામોની કોની સાથે કરી સરખામણી?

મોદી 3.0 સરકારમાં શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાં મહાભારત કથાનો ઉલ્લેખ કરીને તેમણે બીજેપીને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ દેશની જનતાને ચક્રવ્યૂહમાં ફસાવી દીધી છે. જેવું હજારો વર્ષ પહેલા જે અભિમન્યુ સાથે થયું તેવું જ આજે દેશના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.

App Store

રાહુલ ગાંધીએ કહ્યું કે, "હજારો વર્ષ પહેલા હરિયાણાના કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન બનાવેલા ચક્રવ્યુહમાં નિયમો નેવે મુકીને અભિમન્યુની છ લોકોએ હત્યા કરી હતી. ચક્રવ્યુહની અંદર ભય હોય છે, હિંસા હોય છે. અને અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને છ લોકોએ સાથે મળીને તેને માર્યો. મેં જ્યારે ચક્રવ્યૂહ વિશે સંશોધન કર્યું તો ખબર પડી કે તેનું એક બીજનું નામ પદ્મ વ્યૂહ કે જે કમળના આકારમાં છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "21મી સદીમાં એક નવું ચક્રવ્યુ તૈયાર થયું છે, તે પણ કમળના પ્રતિકમાં અને પીએમ પોતાની છાતી ઉપર તે પ્રતિક લઈને ચાલે છે. ચક્રવ્યુમાં અભિમન્યુ સાથે જે થયું તેવું જ દેશમાં ખેડૂતો, માતાઓ- બહેનો સાથે થયું. દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ ઘેરીને માર્યો હતો. આજે પણ 21મી સદીના નવા ચક્રવ્યૂહમાં 6 લોકો છે. કેન્દ્રને છ લોકો કન્ટ્રોલ કરે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાવગત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.