મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત: લોકસભામાં હોબાળો, વિપક્ષની નારેબાજી

સંસદમાં શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે લગભગ 19 દિવસનો રહેશે પરંત

VIDEO: સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત: લોકસભામાં હોબાળો, વિપક્ષની નારેબાજી

સંસદમાં શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે લગભગ 19 દિવસનો રહેશે પરંતુ તેમાં 15 જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઈતિહાસ બનાવશે. વિપક્ષી દળો આ વખતે સંસદ સત્રમાં SIR, આંતરિક સુરક્ષા અને લેબર કૉડ અંગે ચર્ચાની માગ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર ઈચ્છે છે કે વંદે માતરમ અંગે ચર્ચા થાય. 

પીએમ મોદીએ રાજ્યસભામાં સભાપતિનું કર્યું સ્વાગત, લોકસભામાં હોબાળો શરૂ 

રાજ્યસભામાં પીએમ મોદીએ સભાપતિ અને ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું હતું. જ્યારે બીજી બાજુ લોકસભામાં પ્રશ્નકાળની શરૂઆત થતાં જ વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. મોટાભાગના સભ્યો વેલમાં આવી ગયા અને નારેબાજી કરવા લાગ્યા હતા.  ત્યારે સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને અપીલ કરી કે આ ગૃહ ચર્ચા અને સંવાદ કરવા માટે છે. 

વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર 

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી કાર્ય કરી શકે છે. આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યમાં વધુ ઊર્જા ભરવાની તક છે. આ સાથે પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ સત્ર હારની નિરાશા કે વિજયના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. અહીં નાટક નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.

રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી : પીએમ મોદી 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી છે. ગૃહ હોબાળા માટે નથી. સૂત્રોચ્ચાર માટે આખો દેશ ખાલી છે. ગૃહમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. હું વિપક્ષને સુચન કરવા તૈયાર છું કે પરફોર્મ કેવી રીતે કરી શકાય. હારની હતાશામાંથી બહાર આવો. વિપક્ષ તેની વ્યૂહરચના બદલે. પોતાની ફરજ નિભાવે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઇ રહી છે. 

આ સમાચાર શેર કરો