Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Why silence on the Waqf scam of Ram temple speakers?: Yogi Adityanath's direct attack on the opposition

VIDEO: રામ મંદિર પર બોલનારા વકફ કૌભાંડ પર મૌન કેમ?: યોગી આદિત્યનાથનો વિપક્ષ પર સીધો વાર

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે (7 July, 2026) પ્રતાપગઢમાં એક જનસભાને સંબોધતા સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના કેસનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે અયોધ્યાની એક ઘટનાને લઈને હિન્દુ આસ્થા પર હુમલો કરતો વિપક્ષ વકફ બોર્ડની જમીનોના મુદ્દે કેમ મૌન સેવી રહ્યો છે?

App Store

‘કાચીંડા પણ શરમાઈ જાય તેવી રાજનીતિ’

વિપક્ષી પાર્ટીઓ પર આકરા કટાક્ષ કરતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, "સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના રાજકીય યુ-ટર્ન જોઈને તો કાચીંડા પણ શરમાઈ જાય. આજે અયોધ્યા વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દેશ-વિદેશમાંથી લાખો લોકો ત્યાં આવી રહ્યા છે. જેનું વિપક્ષને ભારે દુઃખ થઈ રહ્યું છે. આ લોકો માત્ર એક ઘટનાને પકડીને તેને એટલી ચગાવી રહ્યા છે. જેથી હિન્દુઓનું અપમાન કરી શકાય અને તેમની આસ્થાને ઠેસ પહોંચાડી શકાય."

રામ મંદિર દાન ચોરી વિરુદ્ધ વકફ જમીનનો મુદ્દો

મુખ્યમંત્રીએ વિપક્ષને ઘેરતા સવાલ કર્યો કે, "હું સપા અને કોંગ્રેસને પૂછવા માંગુ છું કે અયોધ્યામાં થયેલી ચોરી પર તમે હિન્દુ આસ્થા સાથે રમત રમી રહ્યા છો, પરંતુ વકફના નામે વેચાયેલી હજારો હેક્ટર જમીન પર તમે ક્યારેય એક પણ શબ્દ બોલ્યા છો?"સીએમ યોગીએ દાવો કર્યો કે જે જમીન ગરીબો અને નબળા વર્ગના લોકોને ફાળવી શકાતી હતી, તેને કેટલાક ચોક્કસ લોકો દ્વારા વકફના નામે કબજે કરીને વેચી દેવામાં આવી. છતાં કોંગ્રેસ કે સપા આ મુદ્દે મોઢા પર તાળા લગાવીને બેઠા છે. રામ મંદિર કેસમાં ત્વરિત એક્શન: રામ જન્મભૂમિ ટ્રસ્ટે પોતે આ મામલે SIT તપાસની માંગ કરી હતી. SIT તપાસના આધારે તાત્કાલિક FIR નોંધીને પુરાવા મળતા જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

જેમણે રામભક્તો પર ગોળીઓ ચલાવી, તેઓ આસ્થાની વાત કરે છે?

ચૂંટણી નજીક આવતા વિપક્ષ દ્વારા જ્ઞાતિવાદ અને ધાર્મિક ભાગલા પાડવાની રાજનીતિ શરૂ કરાઈ હોવાનો આરોપ લગાવતા યોગીએ ભૂતકાળની યાદ અપાવી હતી. કોંગ્રેસે એક સમયે ભગવાન રામ અને કૃષ્ણના અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું. અયોધ્યામાં સપા અને કોંગ્રેસે બાબરી માળખાનું સમર્થન કર્યું હતું અને મગરના આંસુ સાર્યા હતા. સપા સરકારે રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી, તેથી તેમને અયોધ્યા અને આસ્થા પર બોલવાનો કોઈ અધિકાર નથી.અગાઉની સરકારો હિન્દુ ધાર્મિક સ્થળોના વિકાસ માટેના નાણાંનો ઉપયોગ સ્મશાનની દિવાલો બનાવવા માટે કરતી હતી અને ગેરકાયદે કતલખાના તેમજ ગાયોની તસ્કરીને પ્રોત્સાહન આપતી હતી.

‘વન ડિસ્ટ્રિક્ટ, વન માફિયા’ વિરુદ્ધ ‘વન મેડિકલ કોલેજ’

પોતાની સરકારના વિકાસ કાર્યોની સરખામણી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, "2017 પહેલા ગરીબો, ખેડૂતો અને યુવાનો પરેશાન હતા. અગાઉની સરકારોએ યુપીને 'વન ડિસ્ટ્રિક્ટ, વન માફિયા' આપ્યા હતા, જ્યારે અમારી સરકારે 'વન ડિસ્ટ્રિક્ટ, વન મેડિકલ કોલેજ' આપી છે." તેમણે ઉમેર્યું કે પ્રતાપગઢમાં હવે મેડિકલ કોલેજ કાર્યરત છે અને ટૂંક સમયમાં નર્સિંગ કોલેજ પણ શરૂ થશે. આ ઉપરાંત ગંગા એક્સપ્રેસવે (Ganga Expressway) દ્વારા કનેક્ટિવિટી મજબૂત કરીને વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.