Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Why did the Indian economy shine even in the midst of a global crisis? 4 Big Factors Cited by Secretary, Ministry of Finance

VIDEO: વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતીય ઈકોનોમી કેમ ચમકી? નાણા મંત્રાલયના સચિવે ગણાવ્યા 4 મોટા ફેક્ટર્સ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1)માં ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે. આ ઉત્કૃષ્ટ આર્થિક પ્રદર્શન અંગે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડો. સૌરભ ગર્ગે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં થયેલી મજબૂત વૃદ્ધિથી દેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળ્યો છે.

App Store

ડો. સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે, “સર્વિસ સેક્ટરે અસાધારણ પ્રદર્શન કર્યું છે, જેની સાથે ફાઇનાન્શિયલ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. આ ઉપરાંત વેપાર અને રિટેલ સેક્ટરે પણ ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે. પરિણામે, ખાનગી વપરાશ અને ગ્રાહક ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.”

તેમણે કૃષિ ક્ષેત્ર અંગે વાત કરતા ઉમેર્યું કે, “કૃષિ ક્ષેત્રની અંદર પણ મત્સ્યોદ્યોગ (ફિશરીઝ) અને મરીન સેક્ટરે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સમગ્રપણે જોતાં તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ ખૂબ જ સકારાત્મક રહી છે. આ બાબત દર્શાવે છે કે સરકારના નીતિવિષયક હસ્તક્ષેપ અસરકારક સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક-રાજકીય તણાવ છતાં ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દર મજબૂત રહ્યો છે.”

આગામી ક્વાર્ટરના સંકેતો આપતાં તેમણે જણાવ્યું કે, “ખાનગી અને સરકારી બંને પ્રકારના રોકાણો દ્વારા ફિક્સ્ડ કેપિટલમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. ફિક્સ્ડ કેપિટલ ગ્રોથનો 12 ટકાનો આ આંકડો સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા ક્વાર્ટર્સમાં પણ ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત અને પ્રભાવશાળી રહેશે.”

ટોપિક્સ:GSTV NewsGujarati News