Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Who knows, Sindh will be back in India tomorrow', Rajnath Singh's statement

'કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં હોય', રાજનાથ સિંહના નિવેદને પાકિસ્તાનનું વધાર્યું ટેન્શન

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં હોય', રાજનાથ સિંહના નિવેદને પાકિસ્તાનનું વધાર્યું ટેન્શન
સોર્સ : GSTV

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના સિંધ મુદ્દે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું, કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશા ભારતનો અંગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય.' 

App Store

સિંધ અને ભારતનો ના'તો 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 'મેં જોયું છે કે જ્યારે પણ લખનૌમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થાય ત્યારે સિંધી સમાજના લોકો તેમાં ખાસ ભાગ લે છે. રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.' 

રાજનાથ સિંહે સિંધી લોકોના વખાણ કરતાં વધુમાં કહ્યું હતું, કે આજે ભારત અને વિશ્વભરમાં સિંધી સમાજની ઓળખ તેમની મહેનતના કારણે છે. તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સિંધી ભાષાની મીઠાશ, સંત કાવ્ય અને સિંધી કળા આપણી પરંપરાઓ દર્શાવે છે.

નોંધનીય છે કે સિંધ પાકિસ્તાનનો ત્રીજો મોટો પ્રાંત છે. સ્વતંત્રતા સમયે સિંધ પાકિસ્તાનનો ભાગ બન્યો. તે સમયે અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહેતા હતા.