VIDEO: યોગી કેબિનેટ બેઠકમાં લેવાયા કયા મોટા નિર્ણયો? મંત્રી દાનિશ આઝાદે જણાવી અંદરની વાત!
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના મંત્રી દાનિશ આઝાદ અન્સારીએ સરકારની પ્રાથમિકતાઓ અને ભાવિ યોજનાઓ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા દાનિશ આઝાદ અન્સારીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેબિનેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિઝન અનુસાર એક થઈને કામ કરી રહી છે. આ બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને જનહિત સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ઉત્તર પ્રદેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કલ્યાણ અને રોજગાર સહિતના તમામ ક્ષેત્રોમાં ઝડપી કામગીરી થાય તે દિશામાં કેબિનેટમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

