Blackout શું છે? યુદ્ધના ભણકારા વચ્ચે કેમ અપાય છે બ્લેકઆઉટ
પહેલગામ આંતકી હુમલા પછી ભારતે આતંકવાદ સમર્થિત પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ

પહેલગામ આંતકી હુમલા પછી ભારતે આતંકવાદ સમર્થિત પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અનુસંધાને સરકારે વધુ એક સખત પગલું ભર્યું છે. ગૃહમંત્રાલયે દેશના 244 જિલ્લામાં 7 મેના રોજ એક વિશેષ અભ્યાસની જાહેરાત કરી છે. જે અંતર્ગત સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કરીને યુદ્ધના સમયે સામાન્ય લોકો પણ તૈયાર હોય. આ તૈયારીનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હિસ્સો એટલે Blackout. એક એવું પગલું કે જે દુશ્મનની આંખો ઉપર પડદો નાંખી દે છે.
બ્લેકઆઉટ શું છે?
જ્યારે કોઈ દેશ પર યુદ્ધનો ભય હોય અથવા હવાઈ હુમલાની સંભાવના હોય ત્યારે દુશ્મનો જમીન પરની લાઇટ્સને નિશાન બનાવે છે. શહેરોની ચમકતી લાઈટો, વાહનોની હેડલાઈટ, ઘરોની લાઈટો - આ બધું દુશ્મન માટે નિશાન બિંદુ બની જાય છે.
તેના નિયમો શું છે?
આ જોખમથી બચવા માટે બ્લેકઆઉટ કરવામાં આવે છે. જેમાં ઘરોની બધી લાઇટ બંધ કરવા, બારીઓ પર કાળા કપડા કે પડદા લગાવવા, વાહનોની હેડલાઇટ પર કાળા કવર લગાવવા અને સ્ટ્રીટ લાઇટ પણ મર્યાદિત સમય માટે બંધ રાખવા જેવા આદેશો જારી કરવામાં આવે છે.
૧૯૭૧નું યુદ્ધ
ભારતમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરકારે દેશમાં ઘણા શહેરોમાં મોકડ્રીલ યોજી હતી. આટલા લાંબા સમય પછી પડોશી દેશ સાથેના ભારે તણાવને ધ્યાનમાં રાખીને ફરીથી એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર છે. સંરક્ષણ મંત્રાલય અને આર્કાઇવ્સ વિભાગના અહેવાલોમાં 1971ના યુદ્ધ દરમિયાન "નાગરિક સંરક્ષણ બ્લેકઆઉટ પ્રોટોકોલ"નો ઉલ્લેખ છે. સિવિલ ડિફેન્સ મેન્યુઅલ અને Government of India’s Civil Defence Training material પણ તેનો ઉલ્લેખ છે કે યુદ્ધ દરમિયાન લાઇટ બંધ રાખવાની સૂચનાઓ આપી હતી. ઘણા વરિષ્ઠ નાગરિકો દ્વારા અને રેડિયો પ્રસારણ, ખાસ કરીને ઓલ ઈન્ડિયા રેડિયોના રેકોર્ડિંગમાં, "લાઈટ બંધ કરો", "પડદા ખેંચો" વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવતી હતી.
શા માટે જરૂરી
જ્યારે જમીન પર લાઈટ ન દેખાય તો દુશ્મનો અંધારામાં અંદાજિત રીતે બોમ્બમારો કરે છે. જેનાથી નુકસાનની શક્યતા ઓછી થશે. આવી પરિસ્થિતિઓમાં નાગરિકોને માનસિક રીતે સતર્ક અને સહકારી બનાવવા. દેશની વાયુસેના અને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓ સરળતાથી અંધારામાં છુપાયેલી રહી શકે છે. સરકાર હવે સ્પષ્ટ છે કે જવાબ ફક્ત સરહદ પર જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકની તૈયારીમાં પણ હોવો જોઈએ, આ કવાયત તેની તૈયારીનો એક ભાગ છે.








